મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એર ઈન્ડિયાનું વિમાન રનવે પરથી લપસી ગયું, ત્રણ ટાયર ફાટ્યા

એર ઇન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કોચીથી મુંબઈ જતી ફ્લાઇટ AI-2744 ને લેન્ડિંગ દરમિયાન ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો. લેન્ડિંગ પછી રનવે પર એક્સ્ટ્રક્શન થયું હતું,
પરંતુ વિમાન ગેટ પર સુરક્ષિત રીતે રોકાઈ ગયું. બધા મુસાફરો અને ક્રૂ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. મુસાફરોની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે.”
અકસ્માતમાં વિમાનના ત્રણ ટાયર ફાટી ગયા હતા
આ અકસ્માતમાં, વિમાનના ત્રણ ટાયર ફાટી ગયા હતા અને મુખ્ય રનવે 09/27 ને નુકસાન થયું હતું. એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “મુખ્ય રનવેને થોડું નુકસાન થયું છે.
સેકન્ડરી રનવે 14/32 ને કામગીરી ચાલુ રાખવા માટે સક્રિય કરવામાં આવ્યો છે.” એક નિવેદનમાં, મુંબઈ એરપોર્ટ (CSMIA) એ જણાવ્યું હતું કે, “કોચીથી આવી રહેલી ફ્લાઇટ રનવે પર ખસી ગઈ હતી. અમારી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને તાત્કાલિક સક્રિય કરવામાં આવી હતી.
બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે.” એર ઇન્ડિયાના વિમાનમાં સમસ્યાના વારંવાર અહેવાલો આવે છે. ગઈકાલે, રાંચીથી દિલ્હી જતી ફ્લાઇટ ટેકનિકલ સમસ્યાને કારણે રદ કરવામાં આવી હતી, જેના કારણે એરપોર્ટ પર અંધાધૂંધી ફેલાઈ હતી.