Air India Controversy: અનૂષ્કા શંકરનો સિતાર તૂટી જવાથી ગુસ્સો – “હેન્ડલિંગ ફી લઈને પણ બેદરકારી”

by

Thenewsdk

Updated: 04-12-2025, 06.57 AM

Follow us:

Air India Handling Fee Controversy: પ્રખ્યાત સિતારવાદક અનૂષ્કા શંકરે એર ઇન્ડિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના કહેવા મુજબ, મુસાફરી દરમિયાન એરલાઇન સ્ટાફે તેમના સિતારને એટલી બેદરકારીથી હેન્ડલ કર્યો કે વાદ્ય પૂર્ણ રીતે તૂટી ગયું.

અનૂષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને કહ્યું, “લાંબા સમય બાદ મેં Air India માં મુસાફરી કરી. તમે એ દેશની એરલાઇન છો, જ્યાં આ વાદ્યનું જન્મસ્થાન છે. 15–17 વર્ષમાં મારા સિતારને ક્યારેય આવી હાનિ થઈ નથી.”

તેમણે વધુમાં કહ્યું કે પહેલા તેમને માત્ર ધૂન બગડેલી લાગી, પરંતુ વાગદાવા ગયા ત્યારે ખબર પડી કે સિતાર અંદરથી તૂટી ચૂક્યું હતું.

એર ઇન્ડિયાની જવાબદારીઓને સવાલ કરતા અનૂષ્કાએ કહ્યું,

“તમે હેન્ડલિંગ ફી લો છો… તો પછી આટલું નુકસાન કેવી રીતે થયું?”

પોસ્ટના કેપ્શનમાં તેઓએ નિરાશા વ્યક્ત કરી કે અન્ય દેશોની એરલાઇન્સમાં હજારો મુસાફરીમાં ક્યારેય તેમનું વાદ્ય ખસ્યું નહોતું, જ્યારે Air India માં તેમની પહેલી જ મુસાફરીમાં આવી મોટી સમસ્યા થઈ.

વિડિયો વાયરલ થતાં કલાકારો અને મુસાફરોએ પણ કોમેન્ટ્સમાં તેમના અનુભવો શેર કર્યા છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.