GUJARAT

Bodeli: મોડાસર, રંગલી ચોકડી,રતનપુરનો વૈકલ્પિક રસ્તો બિસમાર

સિહોદ પુલ તૂટયા પછી છોટાઉદેપુર જિલ્લામાં દોસ્ત દોસ્તના રહા જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્રે વૈકલ્પિક રસ્તો તો સૂચવ્યો પણ ખૂબ ભારે વાહન વ્યવહારનું વહન કરવાની એની ક્ષમતા જ ના હોવાથી તે વિકલ્પ એ વિકલ્પજ નથી રહ્યો. અને જિલ્લાની જનતાને માથે હાથ મૂકીને રડતા રહેવાનો વિકલ્પ જ મળ્યો છે.

સિહોદ પુલ તૂટી ગયા પછી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ પર વાહન વ્યવહાર કરવા જાહેરનામું બહાર પાડી સૂચવવામાં આવ્યું છે. બોડેલી મોડાસર, રંગલી ચોકડી, રતનપુરવાળા વૈકલ્પિક રસ્તાનો એક વર્ષ પૂર્વે જ ભૂકકો બોલી ગયો છે. છેલ્લા એક અઠવાડિયાથી તો રોજે રોજ વાહનો રસ્તા પર ફ્સાય છે. ખોટકાય છે. તેને લીધે ટ્રાફ્કિ જામ સર્જાય છે. વૈકલ્પિક માર્ગની ભારે દુર્દશા થઈ છે. વાહતુકો માટે રોજનો માથાનો દુખાવો બન્યો છે. ભાજપના કાર્યકરો જ ભાજપના નેતાઓને રજૂઆતો કરી રહ્યા છે. જોકે, કોઈ પરિણામ મળતું નથી. છોટાઉદેપુર જિલ્લામાં સરપંચ થી સંસદ સુધી બધા જ હોદ્દેદારો ભાજપના ચૂંટાયેલા કાર્યકરો છે.તેમ છતાં લોકો દુઃખી છે. અહીં જનવેદનાને સમજવા, સાંભળવા વાળા કાન જ નથી કે શું ? તેમ પુછાઇ રહ્યું છે.

જિલ્લાની નેતાગીરી અસરકારક નથી

જિલ્લાની નેતાગીરી સક્રિય તો છે. પણ કદાચ અસરકારક નથી કે, વજન પડતું નથી. આમ તો એક સમયના વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ, અને તેમના સાથી અર્જુનસિંહ બંને લડાયક નેતાઓ છે. પરંતુ વિપક્ષ પણ લોક પ્રશ્નો ઉઠાવવામાં કદાચ પાછો પડે છે.

પંથકના તમામ નાગરિકોએ એકજૂથ થવું પડશે

કોઈપણ ભોગે આ પ્રશ્ન ઉકેલાય તે જરૂરી છે. પહેલામાં પહેલા નવા પુલ માટે તાત્કાલિક મંજૂરી અને ઊંચો પહોળો અને મજબૂત પુલ બને તે માટે પૂરતી રકમ ફળવણીની તાત્કાલિક જાહેરાત અને તેની સાથે જ કામ શરૂ થવું જરૂરી છે. માત્ર પક્ષ-વિપક્ષના લોકો નહિ આ વિસ્તારના મુશ્કેલીમાં મુકાયેલા તમામ ગામોના સરપંચો, સંસ્થાઓ, મંડળો, ડેરીઓ, મહિલા મંડળો, તમામે ભેગા મળીને અવાજ બુલંદ કરવો પડશે. પૂજ્ય હરિવલ્લભભાઈ પરીખના સમયે આદિવાસી પ્રશ્નો માટે આવી એકતા જોવા મળતી હતી. તે સમયે મોબાઈલ તો શું ટેલિફેન પણ ન હતા. છતાં છતાં ગામેગામથી લોકો નીકળી પડતાં. પાંચ-પાંચ કિલોમીટર લાંબી રેલીઓ નીકળતી. એ વાતાવરણ આ પુલના નિર્માણ માટે ફરીથી જીવતું કરવું પડશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button