દેશ-વિદેશ
Amirgarh News : મહિલાના કપડાં પહેરીને પુરુષ લેડિઝ બાથરૂમમાં ઘૂસ્યો, લોકોએ મેથીપાક ચખાડ્યો

બનાસ નદીમાં સ્નાન કરવા આવેલી હજારો મહિલાઓની ભીડમાં એક શખસ મહિલાના વેશમાં પ્રવેશ્યો હતો. મહિલાઓ સ્નાન કરીને જ્યારે મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલવા જઈ રહી હતી ત્યારે આ શખસ મહિલાઓના બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરતો પકડાયો હતો. મંદિર પરિસરમાં ભીડનો લાભ લઈને તે મહિલાઓના બાથરૂમમાં પ્રવેશ કરી રહ્યો હતો.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
મહિલાઓએ આ શખસને ઓળખી કાઢ્યો હતો અને તેની અસલી ઓળખ સામે આવી હતી. ગુસ્સે ભરાયેલી મહિલાઓએ તેને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. ત્યાર બાદ લોકોએ તેને અમીરગઢ પોલીસને સોંપી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. અમીરગઢ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.