ટૉપ ન્યૂઝમારું ગુજરાત
અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ કોણ હશે તેને લઇ ચર્ચાઓ ચાલી રહી હતી.
દિલ્હી ખાતે અલગ અલગ જૂથના નેતાઓ લોબિંગ કરી રહ્યા હતા. જેમાં કેટલાક પૂર્વ પ્રમુખ સહિત નવા યુવા ચહેરાઓ પણ પ્રમુખ પદ માટે દાવપેચ રમી રહ્યા હતા.
નવા પ્રમુખની રેસમાં અનેક નેતાઓના નામ
ગુજરાત વિધાનસભાની બે પેટાચૂંટણીના પરિણામ બાદ હારની નૈતિક જવાબદારી સ્વીકારી કોંગ્રેસના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દેતા નવા પ્રમુખની રેસમાં અનેક નેતાઓના નામ ચાલી રહ્યા હતા.
સાથે જ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ માટે દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા કવાયત તેજ કરી દેવાઈ હતી. દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા ગુજરાતના સિનિયર નેતાઓ સાથે નામોને લઈ અભિપ્રાય માગવામાં આવ્યા હતા.