Ahmedabad : SP રિંગ રોડ પર નિકોલ પાસે કાર-મોપેડ વચ્ચે અકસ્માત, ટુ-વ્હીલરનો કચ્ચરઘાણ નીકળી ગયો

અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા નિકોલ કઠવાડા ચાર રસ્તા નજીક પૂરઝડપે આવી રહેલી કાર અને એક્ટિવા વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો હતો. પરિણામે બંને ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો
ઘટના અંગેની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. અકસ્માત સર્જાતા નિકોલ ચાર રસ્તા ઉપર ટ્રાફિકના દૃશ્ય જોવા મળ્યા હતા. આઈ ડિવિઝન ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ટ્રાફિક દૂર કર્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
અકસ્માતમાં કાર ઊંધી વળી ગઈ હતી
ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતું કે, નિકોલ ચાર રસ્તા બપોરે મહિન્દ્રા એક્સયુવી અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. બેફામ આવતા કાર એકાએક પલટી ગઈ હતી, જેમાં એક એક્ટિવાચાલકને અડફેટે લેતા એક્ટિવાનો ભૂકો બોલી ગયો હતો. જેમાં એક્ટીવા ચાલક અને કાર ચાલક બંને ઈજાગ્રસ્ત થયેલા છે અને 108માં સારવાર માટે હોસ્પિટલ મોકલાયા છે.