દેશ-વિદેશ

Afghanistanમાં ભૂકંપે મચાવી ભારે તબાહી, 250 થી વધુ લોકોના મોત

Earthquack News : અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં આવે છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 250 થી વધુ લોકોના મોત જ્યારે 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. આ માહિતી ત્યાંના આંતરિક બાબતોના મંત્રાલયના હવાલાથી મળી રહી છે.

ભૂકંપથી ભારે તબાહી 
ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા સમગ્ર પાકિસ્તાન અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતા. ભૂકંપની જાણ થતાં જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. NCRના રહેવાસીઓએ જણાવ્યું હતું કે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઇમારતો ધ્રુજી ઉઠી હતી અને લોકો બહાર દોડી આવ્યા હતા.

ઓછામાં ઓછા 250 લોકો માર્યા ગયા
અફઘાનિસ્તાનના નાંગરહાર જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે થયેલા આંચકામાં ઓછામાં ઓછા 250 લોકો માર્યા ગયા છે અને 500થી વધુ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યાં હતું?
USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના જલાલાબાદથી 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 8 કિમીની ઊંડાઈએ હતું. ભારતીય સમય મુજબ, રાત્રે 12.47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 20 મિનિટ પછી, ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો, જેની તીવ્રતા 4.5 માપવામાં આવી. તેનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button