મારું ગુજરાત
અમદાવાદમાં વધુ એક આપઘાતની ઘટના, સાઉથ બોપલમાં 14મા માળેથી વ્યક્તિએ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા ટાવર પરથી એક વ્યક્તિએ ઝંપલાવી આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. સાઉથ બોપલમાં આવેલા મેરીગોલ્ડ ફ્લેટના 14મા માળેથી એક વ્યક્તિએ કૂદકો માર્યો હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે બોપલ પોલીસને જાણ થતા બોપલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
મેરીગોલ્ડ ફલેટના 14મા માળેથી કૂદકો માર્યો
સાઉથ બોપલમાં આવેલા મેરીગોલ્ડ ફલેટના 14મા માળેથી આજે મંગળવાર (22 જુલાઈ) ના રોજ સવારે એક વ્યક્તિએ કૂદકો માર્યો હતો. નીચે પડવાનો અવાજ આવતા ફ્લેટના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા.
આ મામલે બોપલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ સમગ્ર મામલાની પાછળ કયા કારણ છે તે જાણવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે. સમગ્ર મામલે પોલીસની ટીમ હાલ એપાર્ટમેન્ટમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરી રહી છે.