weather update : હવામાન નિષ્ણાત એ.કે.દાસના જણાવ્યા મુજબ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ બંને સિસ્ટમના પ્રભાવથી 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
18 માર્ચે ક્યાં પડશે વરસાદ?
18 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ તેમજ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.
19 માર્ચે રાજ્યભરમાં અસર
19 માર્ચે આ સિસ્ટમ વધુ મજબૂત બનતા સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ દિવસે લગભગ તમામ જિલ્લાઓમાં પવનની ઝડપ 40થી 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
20 માર્ચે ઉત્તર ગુજરાતમાં માવઠું યથાવત
20 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને IMD દ્વારા ‘યલો વોર્નિંગ’ જાહેર કરવામાં આવ્યું છે.
તાપમાનમાં ફેરફાર
આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે અને ત્યારબાદ ફરી વધારો થઈ શકે છે. હાલ Ahmedabadમાં અંદાજે 37°C અને રાજકોટમાં 38.5°C તાપમાન નોંધાયું છે.


Leave a Comment