App Tracking Transparency iOS: ઘણા એપ્સ અવારનવાર બેકગ્રાઉન્ડમાં તમારી એક્ટિવિટી, લોકેશન અને ડિવાઇસ ડેટાને ટ્રેક કરે છે. જાણી લો કે કેવી રીતે તમે બિલ્ટ-ઇન પ્રાઇવસી ટૂલ્સનો ઉપયોગ કરીને iPhone અને Android બંનેમાં ટ્રેકિંગને બ્લોક કરી શકો છો.?
બિલ્ટ-ઇન પ્રાઇવસી ટૂલ્સ
આજકાલ મોટા ભાગના એપ્સ ઇન્સ્ટોલ થતા જ તમારી પાસે પરમિશન માંગે છે. કેટલીક એપ્સને ખરેખર તેની જરૂર હોય છે, જ્યારે કેટલીક એપ ચુપચાપ તમારી લોકેશન, એક્ટિવિટી અથવા ડિવાઇસ ડેટાનો ઉપયોગ કરીને જાહેરાતોને પર્સનલાઇઝ કરે છે અથવા એપ્સ પર તમારા વર્તનને ટ્રેક કરે છે. સારી વાત એ છે કે, iPhone અને Android બંને હવે તમને એ કંટ્રોલ આપે છે કે એપ્સ શું ટ્રેક કરી શકે અને શું નહીં? જાણી લો કેટલાક સરળ સ્ટેપ્સ, જે તમારા ફોન પર અનિચ્છનીય ટ્રેકિંગ ઘટાડવામાં મદદ કરશે.
એપ્સ તમને કેમ ટ્રેક કરે છે?
સૌપ્રથમ, એ સમજવું જરૂરી છે કે એપ્સ આવું કેમ કરે છે? તેના કારણોમાં મોટાભાગે આ બાબતો સામેલ હોય છે:
તમારી લોકેશન
તમે એપ સાથે કેવી રીતે ઇન્ટરએક્ટ કરો છો
તમારી Ad ID (જે ટાર્ગેટેડ જાહેરાતો માટે વપરાય છે)
ડિવાઇસની માહિતી
બ્રાઉઝિંગ પેટર્ન
આ ડેટા એડ નેટવર્કને તમને પર્સનલાઇઝ્ડ જાહેરાતો બતાવવામાં મદદ કરે છે, પરંતુ તેનાથી પ્રાઇવસી અંગેની ચિંતાઓ પણ વધે છે. સારી વાત એ છે કે, તમે આમાંથી મોટાભાગનું ટ્રેકિંગ મેન્યુઅલી બંધ કરી શકો છો.
iPhone પર એપ ટ્રેકિંગ કેવી રીતે રોકશો?
Apple પાસે આ માટે શ્રેષ્ઠ કંટ્રોલ્સમાંથી એક છે. એપ ટ્રેકિંગ બંધ કરવા માટે:
સેટિંગ્સમાં જાઓ.
Privacy & Security પર ટેપ કરો.
Tracking પસંદ કરો.
Allow Apps to Request to Track વિકલ્પને બંધ કરો.
આ બધા એપ્સને અન્ય એપ્સ અને વેબસાઇટ્સ પર તમને ટ્રેક કરવાથી રોકે છે.
જો તમે દરેક એપ માટે અલગથી ટ્રેકિંગ મેનેજ કરવા માંગો છો, તો એ જ ટ્રેકિંગ સેક્શન હેઠળ તમને એપ્સની લિસ્ટ દેખાશે. જેમાં તમને વિશ્વાસ ન હોય તે એપ માટે ટૉગલ બંધ કરી દો.
બીજી ટ્રિક
લોકેશન એક્સેસ ડિસેબલ કરવા માટે:
સૌપ્રથમ સેટિંગ્સમાં જાઓ.
Privacy & Security પર ક્લિક કરો.
પછી Location Services પસંદ કરો.
કોઈ પણ એપ પર ટેપ કરો.
Never અથવા While Using the App વિકલ્પ પસંદ કરો.
Android પર ટ્રેકિંગ કેવી રીતે રોકશો?
Android તમને વધુ નાનામાં નાના કંટ્રોલ્સ આપે છે, પરંતુ એ સેટિંગ્સમાં અલગ-અલગ જગ્યાએ હોય છે.
તમે જાહેરાત પર્સનલાઇઝેશન ડિસેબલ કરી શકો છો.
તેના માટે સેટિંગ્સમાં જાઓ.
Ads સર્ચ કરો.
Delete Advertising ID અથવા Opt out of Ads Personalisation પર ટેપ કરો
આ એપ્સને તમારી Ad IDનો ઉપયોગ કરીને તમને ટ્રેક કરવાથી રોકે છે.
એપ પરમિશન્સ
તમે એપ પરમિશન્સ પણ મેનેજ કરી શકો છો. તેના માટે સેટિંગ્સમાં જઈને Privacy અને પછી Permission Manager પસંદ કરો. લોકેશન, કેમેરા, માઇક્રોફોન અને કોન્ટેક્ટ્સ જેવી પરમિશન્સ ચેક કરો. ગેરજરૂરી પરમિશનને Deny પર સ્વિચ કરો. આ તમને તરત જ બતાવે છે કે કયા એપ્સ વધુ એક્સેસ માંગે છે.


Leave a Comment