ટેકનોલોજી

Appleને ₹1,75,43,34,00,000નો દંડ ફટકારવામાં આવ્યો! આ ભૂલ મોંઘી સાબિત થઈ

ટેક જાયન્ટ Appleને મોટો ઝટકો લાગ્યો છે. કંપનીને UKમાં એપ સ્ટોર ફીને લઈને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલ (CAT) એ કંપનીને તેની બજાર શક્તિનો દુરુપયોગ કરવા અને ડેવલપર્સ પાસેથી અન્યાયી કમિશન વસૂલવા બદલ દોષિત ઠેરવી છે.

આ નિર્ણયના ભાગ રૂપે, Appleને આશરે £1.5 બિલિયન (આશરે રૂ. 1,75,43,34,00,000) નો દંડ ફટકારવામાં આવ્યો છે.

  • બજારમાં પ્રભુત્વના દુરુપયોગના આરોપો

કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલ (CAT) એ જણાવ્યું હતું કે Appleએ ઓક્ટોબર 2015 થી ડિસેમ્બર 2020 સુધી એપ વિતરણ બજારમાં સ્પર્ધાને પ્રતિબંધિત કરી હતી. કંપનીએ ડેવલપર્સ પાસેથી અન્યાયી અને વધુ પડતા કમિશન વસૂલ્યા હતા,

જેના કારણે ગ્રાહકો પર વધારાનો બોજ પણ પડ્યો હતો. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને યુરોપ બંનેમાં મોટી ટેક કંપનીઓ સામે દેખરેખ અને નિયમનકારી દબાણ વધી રહ્યું છે.

  • Apple દંડ સામે અપીલ કરશે

Appleએ આ નિર્ણયને ખોટી અર્થઘટન ગણાવીને અપીલ કરવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે એપ સ્ટોર ડેવલપર્સને સફળ થવામાં મદદ કરે છે અને યુઝર્સને સલામત અનુભવ પૂરો પાડે છે. Appleના પ્રવક્તાએ કહ્યું, “આ નિર્ણય એપ સ્ટોર ડેવલપર અને યુઝર્સ બંને માટે સલામત અને વિશ્વસનીય પ્લેટફોર્મ કેવી રીતે પૂરું પાડે છે તેની અવગણના કરે છે.

” આ કેસમાં આગામી સુનાવણી આવતા મહિને યોજાશે, જ્યાં Appleએ કેટલું વળતર ચૂકવવું પડશે અને તેની અપીલ સ્વીકારવામાં આવશે કે નહીં તે નક્કી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button