એક અઠવાડીયા પહેલા નિકોલમાં થયેલા હત્યાના ગુનામાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. ફ્લેટના પાર્કિંગમાં ગાડી મુકવા બાબતે થયેલી તકરારમાં એક આધેડ પર હુમલો કરી તેમની હત્યા નિપજાવવામાં આવી હતી.
બે પાડોશી વચ્ચે થયેલી તકરારમાં એક આધેડનો જીવ ગયો
જે બાદ આ મામલે પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. જોકે ફરાર અન્ય આરોપીની શોધખોળ હાલમાં યથાવત છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા પોલારીલ આનંદ ફ્લેટમાં 22 સપ્ટેમ્બરે રાતે ગાડી પાર્ક કરવા બાબતે બે પાડોશી વચ્ચે થયેલી તકરારમાં એક આધેડનો જીવ ગયો હતો.
પોલીસે મુખ્ય આરોપી વિપુલ તિવારીની કરી ધરપકડ
એટલે કે ફ્લેટમાં થયેલા હુમલામાં પ્રભાત બાઈ કંડોરા નામના આધેડને દસ્તાના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જે મામલે નિકોલ પોલીસે વિપુલ ઉર્ફે વિક્કી તિવારી, પિયુષ તિવારી, મોન્ટુ શુક્લા, રાજન તિવારી તથા 5 અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી મુખ્ય આરોપી વિપુલ તિવારીની ધરપકડ કરી છે.
ફરાર અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ શરુ
ગાડી પાર્ક કરવા બાબત થયેલી તકરારમાં ફરિયાદી તથા તેના પરિવારના લોકોને આરોપી તરફથી સતત ધમકી મળતા તેઓ ફ્લેટની નીચે આવ્યા હતા અને તે સમયે આરોપી વિપુલ તથા તેના સાગરીતોએ હુમલો કર્યો હતો. જેમાં પ્રભાત કંડોરાનું મોત નિપજ્યું હતુ. જોકે બનાવ સમયે મૃતકના શરીરે ઈજા ના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા. પરંતુ પોસ્ટમોર્ટમમાં હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. જોકે ફરાર અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ શરુ કરી છે.
પિયુષ તિવારી, મોન્ટુ શુક્લા, રાજન તિવારી તથા 5 અજાણ્યા લોકો હજુ ફરાર
હત્યાના ગુનામાં પિયુષ તિવારી, મોન્ટુ શુક્લા, રાજન તિવારી તથા 5 અજાણ્યા લોકો હજુ ફરાર છે. ત્યારે માત્ર એક ગાડી પાર્ક કરવાની સામાન્ય બોલાચાલીએ એક વ્યક્તિનો જીવ લીધો છે. ત્યારે આવા બનાવો સભ્ય સમાજ માટે કલંક રુપ સાબિત થઈ રહ્યા છે. જેને રોકવા ખુબ જ જરુરી છે.
Source link