સ્પોર્ટ્સ

Asia Cup-2025 : પાકિસ્તાની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો, મેદાન છોડવું પડ્યું

Pakistan vs UAE : એશિયાકપમાં બુધવારે પાકિસ્તાન અને યુએઈ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. જોકે, આ મેચ દરમિયાન એક અસામાન્ય ઘટના પણ બની હતી. જેમાં પાકિસ્તાની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો હતો. અમ્યારને મેદાન છોડવું પડ્યું હતું.

યુએઈ ટીમન બેટિંગ દરમિયાન પાવરપ્લેની છેલ્લી ઓવરમાં આ ઘટના બની હતી

આ ઘટના યુએઈની ઇનિંગ્સના પાવરપ્લેની છેલ્લી ઓવરમાં બની. પાકિસ્તાની ફિલ્ડરે બોલર તરફ થ્રો ફેંકતા અચાનક બોલ અમ્પાયર રુચિરા પલ્લિયાગુરુગેના માથામાં વાગતા રમત થોડીવાર માટે રોકવી પડી. આ ઘટના પછી બોલર સેમ અયુબ અને અન્ય પાકિસ્તાની ખેલાડીઓ તરત જ અમ્પાયર પાસે દોડી આવ્યા હતા.

બાંગ્લાદેશના રિઝર્વ અમ્પાયરે બાકીને મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું

થોડી વાર પછી પાકિસ્તાની ફિઝિયો પણ મેદાન પર આવ્યા અને અમ્પાયરનો કન્કશન ટેસ્ટ કર્યો હતો. આખરે અમ્પાયરને મેદાનની બહાર લઈ જવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના રિઝર્વ અમ્પાયર ગાઝી સોહેલે બાકીની મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું.

મેચ એક કલાક મોડી શરૂ થઈ હતી

પાકિસ્તાની ટીમ સમયસર સ્ટેડિયમમાં ન પહોંચવાને કારણે મેચ એક કલાક મોડી શરૂ થઈ. 14 સપ્ટેમ્બરના રોજ હાથ મિલાવવાના વિવાદ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માગણી પર અડગ રહીને ટીમને હોટલમાં જ રોકી દીધી હતી. આઈસીસીએ મેચ રેફરીને હટાવવાની પીસીબીની માગણીને ફગાવી દીધી હતી. આનાથી ગુસ્સે થઈને પીસીબીએ ટીમને હોટલમાં જ રોકી રાખી હતી.

મેચમાં પાકિસ્તાનનો વિજય થયો હતો

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને યજમાન યુએઈને 41 રનથી હરાવી સુપર-4 માટે ક્વોલિફાય કરી લીધું છે. હવે સુપર-4માં 21 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આજની મેચમાં યુએઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પાકિસ્તાને ફખર ઝમાનની અડધી સદીના કારણે યુએઈ સામે 147 રનનો ટાર્ગેટ મૂક્યો હતો, જેના જવાબમાં યુએઈની ટીમ 105 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button