સ્પોર્ટ્સ

Asia Cup 2025 : એશિયાકપમાં કારમી હાર બાદ PCBએ લીધો મોટો નિર્ણય, ખેલાડીઓ સામે કરી કાર્યવાહી

પાકિસ્તાન ક્રિકેટ ટીમને એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારત સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. એક સમયે ટીમ જીતની નજીક જણાઈ રહી હતી, પરંતુ નબળી બેટિંગ અને બોલિંગે આખી રમત બગાડી દીધી. એશિયા કપ 2025 ટુર્નામેન્ટમાં ભારત સામેની આ ત્રીજી હાર હતી.

આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે. PCBએ વિદેશી લીગમાં રમવા માટે તમામ ખેલાડીઓને આપવામાં આવેલા NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) કેન્સલ કરી દીધા છે.

વિશ્વભરની લીગમાં રમવા છતાં, પાકિસ્તાનના ખેલાડીઓ T20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. આના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના ખેલાડીઓ સામે નોંધપાત્ર કાર્યવાહી કરી છે. આ નિર્ણય બાદ, પાકિસ્તાની ક્રિકેટરો હવે વિદેશી T20 લીગમાં ભાગ લઈ શકશે નહીં.

ઘરેલુ ક્રિકેટને પ્રાથમિકતા આપવાનો આદેશ

પીસીબીના ચીફ ઓપરેટિંગ ઓફિસર સૈયદ સામી અહેમદે એક અધિકૃત નોટિફિકેશન જારી કરીને ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય લીગમાંથી ખસી જવા અને ઘરેલુ ક્રિકેટને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો.

આની સીધી અસર એવા ખેલાડીઓ પર પડશે જેમને પહેલા વિદેશી લીગ માટે NOC આપવામાં આવ્યા હતા.

મોટા ખેલાડીઓ પર અસર

આ નિર્ણયથી પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓ બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ રિઝવાન અને ફહીમ અશરફ પર ખાસ અસર નહીં પડે, કારણ કે તેમને બિગ બેશ લીગ માટે પહેલાથી જ NOC આપી દેવામાં આવ્યા છે, પરંતુ આ પછી તેમને અન્ય ટુર્નામેન્ટમાં રમવાની પરવાનગી મળવાની શક્યતા ઓછી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button