વડોદરાના મકરપુરામાં મધરાતે નશામાં ધૂત યુવતીએ સર્જ્યો હંગામો, પોલીસની PCR વાન પર ચઢી કર્યો તમાશો

by

Thenewsdk

Updated: 16-01-2026, 08.20 AM

Follow us:

વડોદરા: સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગઈકાલે મધરાતે એક યુવતીના નશામાં બેકાબૂ વર્તનથી ભારે અફરાતફરી સર્જાઈ હતી. જાહેર રસ્તા પર હોબાળો મચાવતા લોકોએ પરિસ્થિતિ બગડતી જોઈ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો.

મળતી માહિતી મુજબ, યુવતી પ્રેમપ્રકરણને લઈને થયેલા ઝઘડાથી ઉશ્કેરાઈ હતી અને દારૂના નશામાં જાહેરમાં અશાંતિ ફેલાવી હતી. રસ્તા પરથી પસાર થતા લોકો સાથે અભદ્ર વર્તન કરતા મામલો ગંભીર બન્યો હતો.

મકરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવતી વધુ આક્રમક બની ગઈ હતી. તેણે PCR વાન પર ચઢી જઈને હોબાળો ચાલુ રાખ્યો હતો અને પોલીસની સમજાવટને અવગણતી રહી હતી. પરિસ્થિતિ સંભાળવા માટે 3થી 4 PCR વાન બોલાવવી પડી હતી.

મહિલા પોલીસકર્મીઓ દ્વારા યુવતીને નીચે ઉતારવાના પ્રયાસ દરમિયાન પણ તેણી હિંસક વર્તન કરતી રહી, જેના કારણે થોડા સમય માટે સ્થિતિ તંગ બની ગઈ હતી. અંતે ભારે જહેમત બાદ પોલીસે યુવતીને કાબૂમાં લીધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી સામે જાહેરમાં નશો કરવો, શાંતિભંગ કરવો અને સરકારી કામમાં અવરોધ લાવવાના ગુનાઓ હેઠળ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવી આગળની કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

આ ઘટનાએ વડોદરામાં રાત્રિ સુરક્ષા, નશાબંધીના અમલ અને ગેરકાયદેસર દારૂની ઉપલબ્ધતા અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે. પોલીસ હવે યુવતીને દારૂ પૂરો પાડનાર તત્વોની પણ તપાસ કરી રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.