સ્પોર્ટ્સ
ભારતના રેકોર્ડની કરી બરાબરી, વેસ્ટ ઈન્ડિઝમાં ઓસ્ટ્રેલિયાએ રચ્યો ઇતિહાસ

બાસેટેરમાં રમાયેલી પાંચમી અને અંતિમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને 19.4 ઓવરમાં 170 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 16 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 173 રન બનાવીને ટાર્ગેટ પાર પાડ્યો હતો.
આ ખેલાડીએ ટીમને જીત અપાવી
170 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયા ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ગ્લેન મેક્સવેલ 0 રન બનાવી આઉટ થઈ ગયો હતો. જ્યારે મિશેલ માર્શ 14 રન બનાવી જોશેફનો શિકાર બન્યો હતો.
જોકે બાદમાં ટિમ ડેવિડ, મિચેલ ઓવેન અને કેમરૂન ગ્રીનની શાનદાર બેટિંગ કરી ટીમને જીત અપાવી હતી.