ટૉપ ન્યૂઝમારું ગુજરાત

Banaskantha Murder : ઉણ ગામના માતાના મંદિરના ઓટલેથી સહદેવસિંહ વાઘેલાની લોહીલુહાણ લાશ મળી

બનાસકાંઠાના ઉણ ગામમાં કાળજું કંપાવી દે તેવો હત્યાકાંડ સામે આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. ગામના માતાના મંદિરના ઓટલા પરથી સહદેવસિંહ વાઘેલાની લાશ મળી આવતા ચકચાર ફેલાઈ હતી. મૃતકની હત્યા તીક્ષણ હથિયાર વડે કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

  • ફોરેન્સિક ટીમને પણ તપાસમાં જોડવામાં આવી

ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. Dy.SPની આગેવાની હેઠળની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે વિસ્તારને સિલ કરી પુરાવા એકત્ર કર્યા છે, સાથે જ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ શરૂ કરવામાં આવી છે. ડોગ સ્કોડ અને ફોરેન્સિક ટીમને પણ તપાસમાં જોડવામાં આવી છે, જેથી શક્ય તેટલા પુરાવા ઝડપી મળી શકે.

  • સ્થાનિકોને શાંતિ જાળવવાની અપીલ કરી

આ ભયાનક ઘટનાને કારણે ગામમાં ભય અને ચિંતાનું વાતાવરણ છે. પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી સ્થાનિકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તંત્ર આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરી રહ્યું છે.

હાલ આ હત્યાનો કેસ પંથકમાં ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે. લોકોમાં ગુસ્સો અને ચિંતાનો માહોલ છે, જ્યારે પોલીસે આશ્વાસન આપ્યું છે કે હત્યાના આરોપીઓને જલદી કાનૂની કચેરામાં લાવવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button