બનાસકાંઠા LCB દ્વારા ડીસા તાલુકાના મહાદેવીયા ગામેથી ડુપ્લીકેટ નોટોની એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. LCBએ બાતમીના આધારે આ દરોડો પાડીને ડુપ્લીકેટ નોટો છાપતા બે આરોપીઓની અટકાયત કરી છે.
બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડ્યો
પ્રાપ્ત મળતી પ્રમાણે લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી)ને મહાદેવીયા ગામે ડુપ્લીકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ગત મોડીરાત્રે એલસીબીની ટીમે ગામમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી ₹40 લાખથી વધુની નકલી નોટો મળી આવી હતી.
પોલીસે આ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ
આ ઘટનાથી પોલીસ અને તંત્રમાં હડકંપ મચી ગયો છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરીને આ રેકેટના અન્ય સભ્યોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથા સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
જિલ્લા પોલીસવડાએ શું કહ્યું?
આ મામલે વધુ વિગતો આપતાં જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સમગ્ર મામલાની સત્તાવાર માહિતી આપવામાં આવશે.


Leave a Comment