GUJARAT

Banaskantha: ડિગ્રી વગરના નકલી ડોક્ટરની દવા હંમેશા માટે સુવડાવી દેશે!

અમીરગઢમાં હોમિયોપેથીની ડિગ્રી પર એલોપેથીની દવા આપનાર તબીબ ઝડપાયો છે. જેમાં હોમિયોપેથીની ડિગ્રી પર એલોપેથીની દવાઓ દર્દીઓને આપતો હતો. રણછોડ પટેલ નામના તબીબને પોલીસે ઝડપ્યો છે. તથા પોલીસે રૂપિયા 14,292ની દવાનો જથ્થો જપ્ત કર્યો છે. તેમજ આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી પોલીસે કાર્યવાહી કરી છે.

તબીબ સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

બનાસકાંઠાના અમીરગઢમાં હોમિયોપેથીની ડિગ્રી ઉપર એલોપેથીની દવા આપનાર તબીબ ઝડપાતા સ્થાનિકોમાં ચકચાર મચ્યો છે. એસઓજી પોલીસે 14,292ની દવાનો જથ્થો કબ્જે લીધો છે. તેમજ એસઓજી પોલીસે રણછોડ પટેલ નામના તબીબને ઝડપી લઇ કાર્યવાહી કરી છે. તેમાં આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખી પોલીસે કાર્યવાહી કરી છે. ડાભેલા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે તબીબ સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અગાઉ સુરેન્દ્રનગરમાં જેસડા ગામેથી નકલી તબીબ ઝડપાયો

અગાઉ સુરેન્દ્રનગરમાં જેસડા ગામેથી નકલી તબીબ ઝડપાયો હતો. જેસડા ગામમાં તબીબની ડિગ્રી વગર એક શખ્સ દવાખાનું ચલાવતો હતો. પોલીસને આ મામલે માહિતી મળતા દરોડા પાડી દવાઓ જપ્ત કરતા નકલી તબીબ સામે ગુનો નોંધ્યો હતો. તેમજ વડનગર તાલુકામાંથી નકલી તબીબ ઝડપાયો હતો. પોલીસે વડનગરના બોગસ તબીબ સચિનકુમારને ઝડપી પાડતા 29807નો મુદામાલ જપ્ત કર્યો હતો. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ જેસડા ગામમાં દવાખાનું ચલાવનાર શખ્સ નકલી તબીબ હોવાનું સામે આવ્યું હતુ. આ નકલી દવાખાનું રવીન્દ્ર રોય નામનો શખ્સ દ્વારા ચલાવવામાં આવતું હતું.

પોલીસને જેસડા ગામના દવાખાના અને નકલી તબીબને લઈને માહિતી મળી હતી

પોલીસને જેસડા ગામના દવાખાના અને નકલી તબીબને લઈને માહિતી મળી હતી. આ મામલે વધુ તપાસ કરતા સામે આવ્યું કે ગામના દવાખાનું ચલાવનાર તબીબ રવિન્દ્રરોય નામના શખ્સ પાસે તબીબની ડિગ્રી જ નથી. રવિન્દ્રરોય ડિગ્રી વગર દવાખાનું ચલાવતા લોકોને સારવાર કરતો હતો અને દવાઓ આપતો હતો. એસ.ઓ.જીએ દરોડા પાડી બની બેઠેલ નકલી તબીબને ઝડપી પાડ્યો હતો. સાથે 39 હજારની દવાઓ પણ જપ્ત કરવામાં આવી હતી. આ મામલે પોલીસે નકલી તબીબ રવિન્દ્રરાય સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button