સંગઠનના સંચાલનની કમાન સંભાળવા માટે સૌ પહેલું નામ જગદીશ વિશ્વકર્માનું ચાલી રહ્યુ છે. હા, આ નામ સાંભળી તમને આશ્ચર્ય થશે પરંતુ સી.આર પાટીલનું નામ આવ્યું ત્યારે કોઈને માનવામાં પણ ન હતું કે સીઆર પાટીલ જે પ્રદેશ પ્રમુખ તરીકે છે તેમને આટલી મોટી સફળતા મળશે. આગળ પ્રદેશ પ્રમુખની પસંદગી પણ એવી હશે કે જે પહેલા કરતા અથવા પહેલા કરતાં વધુ સારૂ પરિણામ લાવીને આપે એવું હોવું જોઈએ.
બીજું ચર્ચિત નામ છે મયંક નાયક
આ યાદીમાં બીજુ નામ રાજ્યસભાના સદસ્ય મયંક નાયકનું આગળ ચાલી રહ્યુ છે. તેની પાછળ ઘણા પરિબળો કામ કરી રહ્યા છે. પહેલા તો એ કે તેઓ હાઈ કમાન્ડની ગુડ બુકમાં છે, તેમનુ નામ મુકાય તો કોઈ વિરોધ કરે તેવુ કોઈ ખાસ કારણ નથી. બીજુ તે ઓબીસી ચહેરો ગણાય અને બાકીઓનો પાછું બધાને સાથે રાખીને ચાલવાનો તેમનો સ્વભાવ પણ તેમની પસંદગીમાં મહત્વનો ભાગ ભજવી શકે છે.
કચ્છના સાંસદનું નામ પણ આવ્યું સામે
આ યાદીમાં વધુ એક નામ પણ ચાલી રહ્યુ છે જે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાનું છે. તેમજ કેટલાક લોકો મિસ્ટર ગૌસ્વામી જે અમદાવાદના છે અને એ અમિત શાહની ગુડ બુકમાં છે, આરએસએસની સ્પષ્ટ વિચાર ધારા ધરાવનાર છે. તો એનું નામ પણ આ યાદીમાં ચાલી રહ્યુ છે.
દશેરા પહેલા ગુજરાતને મળશે પ્રદેશ પ્રમુખ
પરંતુ વાત એમ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓને સમજવા, ઓળખવા અને રણનીતી બનાવવા માટે પુરતો સમય આપવો જરૂરી હોય તેથી નવરાત્રી પહેલા ભાજપ નવા પ્રદેશ પ્રમુખનું નામ આપી શકે છે અને મોડામાં મોડા દશેરા પહેલા તો નવા પ્રદેશ પ્રમુખ ગુજરાતને મળી જ જશે તેવું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
નેતાની પસંદગી માટે RSS દ્વારા હિન્દુત્વ પર ભાર મુકાયો
કેટલાક લોકો એમ કહે છે કે આરએસએસ દ્વારા પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે કે, જે પણ આવે તે RSSની વિચારધારા વ્યક્ત કરતો હોવો જોઈએ અને કટ્ટર હિન્દુત્વવાદી હોવો જોઈએ, હિન્દુત્વ એટલે રાષ્ટ્રવાદી હોવો જોઈએ આ બધા પરિબળોમાં જે બેસે તેને જ પ્રદેશ પ્રમુખ બનાવવા જણાવ્યુ છે.
RSS રાજેન્દ્રસિંહજી રાણાના નામનું પ્રેશર કરી શકે છે
આ બધી અટકળો વચ્ચે લોકોને આશ્ચર્ય લાગે તેવું રાજેન્દ્રસિંહજી રાણાનું નામ પણ સામે આવી રહ્યુ છે. આ નામ છે કોન્ટ્રોવર્સીયલ જો કે હાઈ કમાન્ડ આ નામ આગળ કરે તો આખી ભારતીય જનતા પાર્ટી માટે આ નામ સર્વમાન્ય છે તેઓ ભૂતકાળમાં પ્રમુખ રહી ચૂકયા છે સાંસદસભ્ય પણ રહી ચુક્યા છે અને ભાવનગરથી આવે છે અને આરએસએસની ગુડ બુકમાં છે એટલે પ્રેશર કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી ગમે-તેમ કરીને તેને પ્રમુખ બનાવી શકે છે.
RSSએ કમાન હાથમાં લીધાની ચર્ચા
ભારતીય જનતા પાર્ટીમાં હવે કોઈ ધણી ધોરી રહ્યું નથી એને કોઈપણ ભોગે આરએસએસએ કંટ્રોલ કરવું પડે એમ છે અન્યથા બહુ મોટું નુકસાન થાય એમ છે એટલે હવે પ્રકારનું સમજોતા માટે તૈયાર નથી એટલે ખરેખર હવે નજીકના ભવિષમાં જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી થાય તો RSSના સમર્પિત નેતાનું જ નામ પસંદગી પામશે.



Leave a Comment