Banaskantha OPS ; બનાસકાંઠા જિલ્લાના કર્મચારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં ૦૧/૦૪/૨૦૦૫ પહેલાં માન્ય ભરતી પ્રક્રિયા પૂર્ણ કરનાર કુલ ૨૫૯ કર્મચારીઓને જૂની પેન્શન યોજના (Old Pension Scheme – OPS) નો લાભ આપવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે.
સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી જૂની પેન્શન યોજના હેઠળ આવરી લેવાની માંગ કરી રહેલા કર્મચારીઓને મોટી રાહત મળી છે.
કયા કર્મચારીઓને લાભ મળ્યો?
જૂની પેન્શન યોજનાનો લાભ મેળવનાર કુલ ૨૫૯ કર્મચારીઓની વિગતો નીચે મુજબ છે:
- શિક્ષકો: ૧૯૪
- પટાવાળા: ૩૯
- કલાર્ક (કર્મચારીઓ): ૨૬
- કુલ કર્મચારીઓ: ૨૫૯
પાત્રતા અને કાર્યવાહી
જિલ્લા દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં કુલ ૨૫૯ કર્મચારીઓ જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર જાહેર થયા છે:
- યાદી ‘અ’ માં સમાવિષ્ટ કર્મચારીઓ: ૨૫૫
- યાદી ‘બ’ માં સમાવિષ્ટ કર્મચારીઓ: ૪
મંજૂરી મળતાં જ, હવે આ તમામ કર્મચારીઓને તેમની જોડાણ તારીખથી જ (Date of Joining) જૂની પેન્શન યોજના (OPS) લાગુ થશે. આ અંગેની જરૂરી નોંધ તેમના સેવાપોથી (Service Book) માં કરવામાં આવશે.
GPF ખાતા ખોલવાની કામગીરી
જે કર્મચારીઓ હાલમાં ફરજ બજાવી રહ્યા છે અને જેમને જૂની પેન્શન યોજના લાગુ થઈ છે, તેમના માટે જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) ખાતા ખોલવાની કામગીરી હવે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શરૂ કરવામાં આવશે. આનાથી તેમના ભવિષ્યના પેન્શનના નાણાકીય વ્યવહારો સરળ બની શકશે.
બનાસકાંઠા જિલ્લાના કર્મચારીઓમાં સરકારના આ નિર્ણયને પગલે ખુશીની લાગણી જોવા મળી રહી છે.



Leave a Comment