Banaskantha News : બનાસકાંઠાના ગાદલવાડા ગામે જૂની અદાવતને કારણે સતત ધમકીઓનો સામનો કરનાર યુવકે માનસિક દબાણમાં આવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ યુવકે ફીનાઈલ પી લીધા બાદ તેની હાલત ગંભીર થતાં તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
ઘટનાની ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગામના પાંચ લોકોએ છેલ્લા કેટલાક દિવસોથી યુવકને સતત ધમકાવ્યા હતા. ધમકી તથા ત્રાસને કારણે યુવક ભારે દબાણમાં આવી ગયો હતો.
પોલીસને આપવામાં આવેલી વિગતો મુજબ 10 નવેમ્બરનાં રોજ તિથિભોજન દરમિયાન પાણી મુદ્દે થયેલી બોલાચાલી બાદ રમેશ પરમારને પણ ધમકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 12 નવેમ્બરે નીતિન ધાણકે બોરની ઓરડી પાસે લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.



Leave a Comment