0Banaskantha News: વાવ તાલુકાના કુંભારડી ગામમાં મામાના ઘરમાંથી થઈેલી ₹22.48 લાખની મોટી ચોરીનો ભેદ થરાદ પોલીસે ઉકેલી લીધો છે. ચોરીના કેસે સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી હતી, પરંતુ તપાસ બાદ ખુલ્યું કે આ ચોરી કોઈ બીજીએ નહીં, પરંતુ ઘરજનો સાથે સંબંધિત ભાણાએ જ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસને પાળ પાસે શંકાસ્પદ બાઈક સવાર મળ્યો. તેને રોકી તપાસ કરતા તેની થેલીમાંથી સોના–ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પુછપરછમાં તેણે 17 નવેમ્બરના રોજ પોતાના મામાના ઘરમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપી પાસેથી કુલ ₹23.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોરીનો ભેદ ઉકેલાય બાદ પોલીસ વધુ કાનૂની કાર્યવાહી આગળ વધારી રહી છે.



Leave a Comment