હનુમાન ટેકરી નજીક આજે સવારે થયેલા ગંભીર અકસ્માતમાં એક મહિલાનું કરૂણ અવસાન થયું હતું. બ્રહ્માકુમારી, માઉન્ટ આબુના ઈશ્વર પાટીલે રોડ ક્રોસ કરતી વખતે GJ-18-AC-7581 નંબરની કારએ ત્રણ લોકોને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ૫૬ વર્ષીય ભારતીબેન ચંદુભાઈ ઠક્કરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઉપરાંત, રમેશભાઈ હીરાભાઈ રાવળ અને રાકેશભાઈ યોગી બન્ને ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાસ્થળે પોલીસ પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિક સ્તરે આ દુર્ઘટનાએ શોકની લાગણી વ્યાપી છે.



Leave a Comment