Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના મીઠી પાલડી ગામની સીમમાં આવેલા ત્રણ સોલાર પ્લાન્ટમાંથી મોટાપાયે કોપર વાયર ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો હતો. પ્લાન્ટમાંથી કુલ 3,100 મીટર કોપર વાયર, અંદાજિત કિંમત રૂ. 1.86 લાખ થાય છે, ચોરાઈ ગયો હતો.
ચોરીની ઘટનાને પગલે પોલીસે ગુન્હો નોંધ્યો હતો અને બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં નસરૂદીન મુસ્લા, કિરણજી ચૌહાણ, મેલસંગ સોલંકી, રબતસંગ સોલંકી અને રાહુલસંગ સોલંકીનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી 65 કિલો કોડિંગ વગરનો કોપર વાયર, 30 કિલો કોડિંગ સહિતનો વાયર અને એક મોટરસાયકલ સહિત કુલ રૂ. 77,500નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું કે, ચોરીકાંડમાં સંડોવાયેલા તમામ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



Leave a Comment