Banaskantha News: વડગામ, લાખણી, થરાદ, કાંકરેજ અને અમીરગઢ તાલુકામાં લાંબા સમયથી ખરાબ હાલતમાં આવેલા મુખ્ય માર્ગોના નવનિકરણનું કામ શરૂઆત થઈ ગયું છે. પાંચેય તાલુકાના માથી પસાર થતાં આ માર્ગો આસપાસના કુલ 16 ગામો માટે જીવનરેખા સમાન હતાં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનવ્યવહાર અને વરસાદના કારણે રસ્તાઓ પર મોટા ખાડા સર્જાતા લોકો માટે મુસાફરી મુશ્કેલ બની ગઈ હતી.
સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોની સતત રજૂઆતો બાદ માર્ગ અને મકાન પંચાયત વિભાગે તાત્કાલિક પગલાં લઈ નવીનીકરણ પ્રક્રિયાનો આરંભ કર્યો છે. કામ શરૂ થતા ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ માર્ગો પર દૈનિક મુસાફરી કરતા લોકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને દર્દીઓ માટે સુધરેલી અવરજવર મોટી સહાય સાબિત થશે.
અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તબક્કામાં ખાડા સમારકામ, લેવલિંગ અને ડામર કામ હાથ ધરાયું છે. આગામી દિવસોમાં માર્ગને વધુ મજબૂત બનાવવા માટે પાટા, બાજુની ડ્રેનેજ અને સાઇડ ડેવલપમેન્ટનું કામ પણ પૂર્ણ કરાશે.
જનતા માને છે કે નવનિકરણ પૂર્ણ થવાથી વિસ્તારના પરિવહન, વેપાર અને કૃષિ સંબંધિત ગતિવિધિઓમાં ગતિ આવશે તેમજ અકસ્માતોની આશંકા પણ ઘટશે.



Leave a Comment