Banaskantha News : પાંથાવાડા નજીક બનેલા માર્ગ અકસ્માતમાં ધાનેરા તાલુકાના સોડાલ પ્રાથમિક શાળાના આચાર્ય પોપટભાઈનું કરુણ અવસાન થયું છે. વિગતો મુજબ પોપટભાઈ પેટ્રોલ ભરાવવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક ટ્રકની ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ભયંકર હતો કે તેઓ ટ્રકના આગળના ટાયરની લપેટમાં આવી ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે દોડી જઈ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાંથી તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને પાલનપુર ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમ્યાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.
ઘટના અંગે પાંથાવાડા પોલીસ મથકના અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે.



Leave a Comment