રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડામાં રહેતા યુવક અમિત ખુંટના આપઘાત કેસમાં છેલ્લા છ મહિનાથી ફરાર રહેલા રાજદીપસિંહ જાડેજાએ આખરે ગોંડલ તાલુકા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. માહિતી મુજબ, ગઈકાલે રાત્રે રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા.
- સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી ફગાવાયા બાદ પગલું
આપઘાત કેસમાં રાજદીપસિંહે અગાઉ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જો કે, અદાલતે આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે સ્વેચ્છાએ સરેન્ડર કરવાનો નિર્ણય લીધો. હવે ગોંડલ પોલીસે તેમને ગોંડલ કોર્ટમાં રિમાન્ડની માગ સાથે રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
- પોલીસની પૂછપરછ શરૂ
ગોંડલ તાલુકા પોલીસે રાજદીપસિંહ જાડેજાની પૂછપરછ શરૂ કરી છે. સૂત્રો મુજબ, છેલ્લા છ મહિનામાં તેમણે ક્યાં આશરો લીધો અને કોણે મદદ કરી તે અંગે તપાસ હાથ ધરાઈ છે. પોલીસે રાજદીપસિંહના સંપર્કમાં રહેલા લોકોની માહિતી એકત્રિત કરી રહી છે.



Leave a Comment