Banaskantha news : વાવ તાલુકાના સવપૂરા નજીક આવેલા નડેશ્વર મહાદેવ મંદિર પાસે મોડી રાત્રે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી.
મળી રહેલી માહિતી મુજબ, મોડી રાત્રે જઈ રહેલી વ્યક્તિને ઊંઘના ઝોકા ચડી આવતાં વાહન પરનો કાબૂ છૂટી ગયો હતો. બેદરકારીપૂર્વકનું ડ્રાઈવિંગ અને ઊંઘ આવવાનાં કારણે રોડ પરથી ખાબકી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ છે.
અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ દુઃખદ મોત થયું હતું, જ્યારે તેની સાથેનો સાથી ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 ઇમરજન્સી ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી.
પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અને સીસીટીવી સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.



Leave a Comment