થરાદ થી ડીસા હાઇવે પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત બન્યો હતો. સામાનથી ભરેલી હેવી લોડેડ ટ્રક અચાનક બ્રેક ફેઈલ થતાં ડ્રાઈવરનું નિયંત્રણ ગુમાવી પલટી ખાતી રસ્તા નીચે પટકાઈ ગઈ હતી. પરંતુ સદનસીબે કોઈ જાનહાની કે ગંભીર ઇજા સર્જાઈ નથી.
મળતી વિગતો મુજબ, ટ્રક જામ્મુ-કાશ્મીરમાંથી માલ લઈ અમદાવાદ તરફ જઈ રહી હતી. હાઇવે પર અચાનક બ્રેક ફેઈલ થતાં ટ્રકનો વજન વધારે હોવાથી ડ્રાઇવર વાહન પર નિયંત્રણ રાખી શક્યો ન હતો. પરિણામે ટ્રક રસ્તા પરથી ઊંધો વળી બાજુમાં પડી ગઈ હતી.
ઘટનાને કારણે થોડીવાર માટે હાઇવે પર ટ્રાફિક ધીમી થઈ ગયો હતો, જોકે બાદમાં પોલીસે અને સ્થાનિક લોકોની મદદથી રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો. ડ્રાઈવર સલામત છે અને તેને કોઈ મોટા ઇજા ન થતા ઘટનામાં મોટી જાનહાની ટળી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ હાઇવે પર અવારનવાર અકસ્માત થતાં રહે છે અને ભારે વાહનોના ટેકનિકલ ફોલ્ટને કારણે આવી ઘટનાઓ વધુ બની રહી છે.



Leave a Comment