Tharad police action: થરાદ નજીકના ખોડા ચેકપોસ્ટ પર શરાબ પોલીસ ટીમે ચેકિંગ દરમિયાન બે બાઈક સવારને રોકતા તેમની પાસે મોટી માત્રામાં એમડી ડ્રગ્સ મળી આવી હતી. જામનગર નંબરની બે બાઇક પર સવાર આરોપીઓ રાત્રિના સમયે પશ્ચિમ બોર્ડર તરફથી આવતા જોવા મળ્યા હતા.
બંને શંકાસ્પદ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાઈ વધુ પૂછપરછ શરૂ કરાઇ છે. જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ આ નશીલા પદાર્થની સપ્લાય ચેઇન કોણે ચલાવતી હતી તે અંગે તપાસ તેજ બનાવાઈ છે.
પોલીસે તેમની તલાશી લેતા અંદાજે 95 ગામ જેટલી એમડીનો જથ્થો મળ્યો. જપ્ત કરાયેલ નશીલા પદાર્થનો બજારભાવ રૂ. 10.08 લાખ જેટલો હોવાનું સામે આવ્યું છે.



Leave a Comment