Banaskantha News: થરાદ અને વાવ વિસ્તારના ખેડૂતો યુરિયા ખાતરની ભારે તંગીથી પરેશાન છે. શિયાળુ પાક માટે ખાસ કરીને રાયડો અને ઘઉં જેવા પાકોને પૂરતો ખાતર મળવો જરૂરી છે, પરંતુ હાલના સમયગાળામાં પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી.
જણાવ્યું કે, ખાતર ન મળવાને કારણે ખેડૂતો વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર થઇ રહ્યા છે. ખેડૂતોએ નોંધ્યું કે ખેતરો માટે જરૂરી યુરિયા ખાતર મળતું નથી, જેના કારણે પાકના ઉત્પાદન પર નકારાત્મક અસર પડી શકે છે.
ખેડૂતોની માંગ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર યોગ્ય આયોજન સાથે ખાતરની પૂરવઠાની વ્યવસ્થા કરે, જેથી શિયાળુ પાક સમયસર ખાતર મેળવી શકશે અને ખેતી યોગ્ય રીતે ચાલે.
કૃષિ અધિકારીઓનું કહેવું છે કે ખાતરના જથ્થામાં ઘટાડો પેદા થતો હોય છે, પરંતુ વધુ પુરવઠા માટે વિતરણ વ્યવસ્થા માટે પગલાં લેવામાં આવી રહ્યાછે.



Leave a Comment