Gujarat Rural Development : વડગામ–દાંતીવાડા વિસ્તારમાં રસ્તાઓના નવીનીકરણનું કામ પૂર્ણ થયું છે, જેમાં બંને તાલુકાના કુલ 16 ગામોને જોડતા આશરે 13 કિમી માર્ગને સંપૂર્ણ રીતે સુધારી દેવામાં આવ્યો છે.
ભારે વરસાદ અને વધેલા વાહનવ્યવહારને કારણે આ રસ્તાઓમાં મોટા ખાડા પડી ગયા હતા, જેના કારણે નાગરિકોને દૈનિક અવરજવર દરમિયાન ઘણી તકલીફો ભોગવવી પડી રહી હતી. હવે નવા માર્ગો બનતા મુસાફરી વધુ સુગમ, સુરક્ષિત અને ઝડપી બનશે.
વડગામ તાલુકાના કાલેડા, હરસિદ્ધપુરા, નვა અને પાંડવા, તથા દાંતીવાડાના જેગોલ, ગાંગુદરા, ભાડલી અને ઝાત સહિત 16 ગામોને આ નવી સુવિધાનો સીધો લાભ મળશે.
નવીનીકરણ કામ પૂર્ણ થતા સ્થાનિક નાગરિકોએ સરકાર અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે અને તેને વિસ્તારના વિકાસ માટેનું મહત્વનું પગલું ગણાવ્યું છે.



Leave a Comment