Banaskantha News : વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં સ્થાનિક લોકોએ એક શંકાસ્પદ વ્યક્તિને પકડ્યો છે. રહેવાસીઓએ તેના હલચલને શંકાસ્પદ જણાવી વાવ પોલીસને જાણ કરી હતી, જેની મદદથી આ યુવકને ઝડપી લેવામાં આવ્યો.
પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે, આ યુવક ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનો હોવાનું જાણવા મળ્યું છે અને તે છેલ્લા નવ વર્ષથી લાપતા હતો. શંકાસ્પદ વ્યક્તિ ધરણીધર તાલુકાના રાઈણા ગામની સીમમાથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
હાલ, વધુ તપાસ માટે પોલીસ તેને સંબંધી વિભાગને સોંપી રહી છે અને તેની ઓળખ તેમજ હલચલ અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે.



Leave a Comment