“BCCIનું કડક સંદેશ: કોહલી અને રોહિતને ટીમ ઈન્ડિયામાં રમવા માટે આટલું કરવું પડશે”

by

Thenewsdk

Updated: 12-11-2025, 10.42 AM

Follow us:

વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝની અંતિમ મેચમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. રોહિતે સદી સાથે ભારતને વિજય અપાવ્યો હતો, જ્યારે કોહલીએ અડધી સદી ફટકારી હતી.

બંનેએ પોતાની ઇનિંગ્સથી ચાહકોના દિલ જીતી લીધા હતા, પરંતુ એવું લાગે છે કે BCCI તેમની ઇનિંગ્સથી ખુશ નથી. હાલ BCCIએ બંને ખેલાડીઓના ભવિષ્ય અંગે એક મોટું નિવેદન જારી કર્યું છે.

  • BCCIનું સૂચન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અહેવાલ મુજબ, જો આ અનુભવી ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમમાં પસંદગી માટે વિચારણા કરવા માંગતા હોય તો ઘરેલુ ક્રિકેટ રમવું ફરજિયાત બનાવ્યું છે. ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, રોહિત અને કોહલી ફક્ત 50-ઓવરના ફોર્મેટમાં જ સક્રિય ક્રિકેટર છે.

તેથી, પસંદગી માટે તેમની મેચ- ફિટનેસ ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે. દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝ માટે ટીમ પસંદગી પહેલા, વિજય હજારે ટ્રોફીમાં બંને ખેલાડીઓની સંભવિત ભાગીદારીનો મુદ્દો પણ વધુ તીવ્ર બન્યો છે.

  • રોહિત શર્માએ ODI સિરીઝ માટે સહમતી આપી

અન્ય એક અહેવાલ મુજબ, “રોહિતે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને પહેલાથી જ જાણ કરી દીધી છે કે તે વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. બીજી તરફ, કોહલીએ હજુ સુધી ઘરેલુ ODI સિરીઝ માટે તેની ઉપલબ્ધતા અંગે સ્પષ્ટતા કરી નથી.

” BCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે, “બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે બંનેને જાણ કરી છે કે જો તેઓ ભારત માટે રમવા માંગતા હોય, તો તેમણે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે, કારણ કે તે બંને બે ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, તેથી મેચ-ફિટ થવા માટે તેમને ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે.”

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.