GUJARAT

Ahmedabad: ઈવી પર સબસીડી માટે ક્વોટા અને સમયમર્યાદા હોવા છતાં લાભાર્થીઓ વંચિત

કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રિક વાહન પર સબસીડી બંધ કરી દીધી છે, પરંતુ ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહન પર સબસીડી માટે ક્વોટા અને સમયમર્યાદા બંને હોવા છતાં લાભાર્થીઓ વંચિત રહી ગયા છે. રાજ્ય સરકાર જાહેરાત કરે તો ઇલેક્ટ્રિ થ્રી વ્હીલર અને કારના વાહનચાલકોને ફાયદો થઈ શકે છે.

આ અંગે વાહનવ્યવહાર વિભાગના નોડલ અધિકારી ધવલ ગઢવીનો સંપર્ક કરવા છતાં ફોન રિસીવ કર્યો ન હતો. સ્થાનિક અધિકારીએ કહ્યું કે, હાલ ગ્રાન્ટ માટે પોર્ટલ એક્ટિવ નથી. અમદાવાદમાં જ 1,400 વધુ અરજીઓ પેન્ડિંગ છે.

રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહન પર સબસીડી માટે જાહેર કરેલા ક્વોટા મુજબ 1.10 લાખ ટૂ-વ્હિલર, 20 હજાર થ્રી-વ્હીલર અને 70 હજાર કાર માલિકોને બેટરીની ક્ષમતા મુજબ અલગ અલગ સબસીડી આપવાની વર્ષ 2021માં જાહેરાત કરાઈ હતી. સબસીડીના ક્વોટા પ્રમાણે અથવા ચાર વર્ષની સમયમર્યાદામાં મુજબ સબસિડી આપવા સરકારે જાહેરાત કરી હતી, પરંતુ ક્વોટા અને સમયમર્યાદા હોવા છતાં અગમ્ય કારણસર સરકારે સબસીડી બંધ કરી દીધી છે. વાહનવ્યવહાર વિભાગે પોર્ટલ જ બંધ કરી દેતા અરજીઓ સ્વીકરવાનું બંધ થઇ ગયું છે. જે લોકોએ અરજી કરી હતી તેવા લોકોની અરજી પણ પેન્ડિંગમાં મૂકી દેવાઈ છે. રાજ્યમાં આવી હજારો અરજીઓ પેન્ડિંગમાં છે, કારણ કે 1.10 લાખ ટુવ્હીલરનો ક્વોટા પૂરો થઇ ગયો છે, પરંતુ 20 હજાર થ્રી વ્હીલર અને 70 હજાર કારમાં હજી ઘણા ક્વોટા બાકી છે. જેનો વાહન માલિકોને લાભ મળી શકે છે, પરંતુ સરકારની સૂચનાથી ફેમ-2 પોર્ટલ જ બંધ કરી દેવાયું છે એટલે અરજી કરી શકાતી નથી. આમ હાલ સબસીડીના ક્વોટા બાકી છે અને સમય મર્યાદા પણ બાકી છે ત્યારે સરકાર તરફથી જાહેરાત કરાય તો ઇલેક્ટ્રીક વ્હીકલના વેચાણને પ્રોત્સાહન મળી શકે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button