Bhavnagarમાં જમાઈના મોટા ભાઈએ છરી વડે હુમલો કરતાં સાસુ-સસરા સહિત ચાર ઘાયલ

by

Thenewsdk

Updated: 25-10-2025, 12.26 PM

Follow us:

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં નરેશભાઈ ચૌહાણ અને તેમના પત્ની ભાવનાબેન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર બીજું કોઈ નહીં પણ તેમના જ જમાઈનો મોટો ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.

  • અવારનવાર મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી

ઘાયલના પુત્ર સાગર ચૌહાણના જણાવ્યા અનુસાર, પૈસાની બાબતમાં જમાઈના મોટા ભાઈ દ્વારા અવારનવાર તેમના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. આ ધમકીઓ બાદ આજે આ માથાકૂટ હિંસક બની હતી, જેમાં હુમલાખોરે છરી વડે હુમલો કર્યો હતો.

  • પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

હુમલામાં ઘાયલ થયેલા નરેશભાઈ ચૌહાણ અને ભાવનાબેનને તાત્કાલિક ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.