OpenAIના આ નવા મોડેલ્સ પાછળનો મુખ્ય હેતુ ‘સ્પીડ અને એફિશિયન્સી’ છે. GPT-5.4 Mini મોડેલ તેના પુરોગામી GPT-5 Mini કરતા અનેકગણું શક્તિશાળી છે. તે જટિલ કોડિંગ, તાર્કિક પ્રશ્નો અને વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરવામાં જૂના મોડેલ્સ કરતા બમણા કરતા પણ વધુ ઝડપે કાર્ય કરે છે. બીજી તરફ, GPT-5.4 Nano એ અત્યાર સુધીનું સૌથી નાનું અને અત્યંત સસ્તું મોડેલ છે. આ મોડેલ ખાસ કરીને ડેટા એક્સટ્રેક્શન, વર્ગીકરણ અને પાયાના કોડિંગ જેવા રોજિંદા સરળ કાર્યો માટે તૈયાર કરવામાં આવ્યું છે.
આ નવા લોન્ચિંગથી સૌથી મોટો ફાયદો સોફ્ટવેર ડેવલપર્સ અને વ્યાવસાયિકોને થશે. હવે ડેવલપર્સ એક જ સિસ્ટમમાં ‘હાઇબ્રિડ’ મોડેલનો ઉપયોગ કરી શકશે. જેમાં મોટા અને જટિલ પ્લાનિંગ માટે મુખ્ય GPT-5.4 મોડેલ કામ કરશે, જ્યારે નાના અને પુનરાવર્તિત કાર્યો માટે ‘મિની’ કે ‘નેનો’ મોડેલનો ઉપયોગ કરીને સમય અને નાણાં બંને બચાવી શકાશે. આ સિસ્ટમ એવી એપ્લિકેશન્સ માટે વરદાન સાબિત થશે જ્યાં સેકન્ડના ભાગમાં પ્રતિભાવ આપવો અનિવાર્ય હોય છે.
નવા GPT-5.4 Mini ની સૌથી મોટી વિશેષતા તેની ‘મલ્ટિમોડલ’ ક્ષમતા છે. તે માત્ર લખાણ જ નહીં, પણ ઈમેજ ઇનપુટને પણ ચોકસાઈથી સમજી શકે છે. તે વેબ સર્ચ અને ફાઈલ સર્ચ જેવા એડવાન્સ ટૂલ્સનો સીધો ઉપયોગ કરી શકે છે. બેન્ચમાર્ક ટેસ્ટિંગમાં આ મોડેલે સાબિત કર્યું છે કે તે મોટા GPT-5.4 ના સ્તરનું પ્રદર્શન અત્યંત ઓછા સમયમાં આપી શકે છે. આનો અર્થ એ છે કે હવે નાની કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ પણ ઓછા બજેટમાં ઉચ્ચ કક્ષાની AI ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે.


Leave a Comment