BJP and Congress : PM મોદી માટે અપશબ્દોથી ભાજપ લાલઘૂમ, કોંગ્રેસ-RJD પર આકરા પ્રહારો

શુક્રવારે, RJD અને કોંગ્રેસની સંયુક્ત રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલા અપશબ્દોના વિરોધમાં ભાજપના કાર્યકરોએ પટનામાં કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો હતો.
કોંગ્રેસના કાર્યકરો ઘાયલ થયા
કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયનો દરવાજો તોડીને અંદર ઘૂસી ગયા અને લાકડીઓથી લોકોને માર મારવાનું શરૂ કર્યું. તેમણે કાર્યાલયમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી અને ઇંટો અને પથ્થરો પણ ફેંક્યા.
આમાં કેટલાક કોંગ્રેસના કાર્યકરો ઘાયલ થયા. એક કાર્યકરને માથામાં ઈજા થઈ. ભાજપના નેતાઓએ સદાકત આશ્રમ તરફ કૂચ કરી અને રાહુલ ગાંધી અને ઇન્ડિયા એલાયન્સના અન્ય નેતાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.