bollywood actors : બોલિવૂડમાં લોકપ્રિયતાનો નવો ટ્રેન્ડ: ઇન્ડિયા ફોરમની યાદીમાં કયા સ્ટાર્સ ટોપ-10માં

બોલિવૂડનો 100 વર્ષથી વધુનો ઇતિહાસ છે, જેમાં અનેક દિગ્ગજ કલાકારો અને અભિનેત્રીઓએ પોતાની અદભૂત કળાથી દર્શકોનું મનોરંજન કર્યું છે.
તાજેતરમાં ઈન્ડિયા ફોરમ દ્વારા ટોપ-10 સ્ટાર્સની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં કેટલીક એવી હસ્તીઓએ સ્થાન મેળવ્યું છે જે લાંબા સમયથી ફિલ્મોમાં ખાસ જોવા મળી નથી, છતાં તેમની લોકપ્રિયતા અડગ રહી છે.
બીજા ક્રમાંકે કેટરિના કૈફ છે
આ યાદીમાં સૌપ્રથમ ક્રમાંકે સલમાન ખાન છે. તેમના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ તથા આવનારી ફિલ્મ ગલવાનને કારણે તે હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. બીજા ક્રમાંકે કેટરિના કૈફ છે,
જે ફિલ્મોમાં ઓછી દેખાતા હોવા છતાં પોતાની ચાહકોની યાદીમાં ટોચ પર સ્થાન જાળવી શકી છે. ત્રીજા સ્થાને સિદ્ધાર્થ મલ્હોત્રા છે, જેણે હૃતિક રોશન, આલિયા ભટ્ટ અને રણવીર સિંહ જેવા નામચીન કલાકારોને પાછળ છોડી દીધા છે.
બ્રહ્માસ્ત્ર પાર્ટ-2 ખાસ ધ્યાન આકર્ષી રહી છે
ચોથા ક્રમે દીપિકા પદુકોણ છે, જે હાલ બોલિવૂડ તથા સાઉથની અનેક પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. પાંચમા ક્રમે રણવીર સિંહ છે, જે તેમની આવનારી ફિલ્મ ધુરંધરને કારણે ચર્ચામાં છે. છઠ્ઠા નંબરે રણબીર કપૂર છે,
જેણે તાજેતરમાં પોતાની ફિલ્મ ફી વધારી હોવાની ચર્ચા છે. સાતમા ક્રમે આલિયા ભટ્ટ છે, જેની આવનારી ફિલ્મોમાં બ્રહ્માસ્ત્ર પાર્ટ-2 ખાસ ધ્યાન આકર્ષી રહી છે.