અમદાવાદ વડોદરાની કેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદની 4 સ્કૂલોને અને વડોદરાની 3 સ્કૂલોને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર અને શાળા સંચાલનો તાત્કાલિક સક્રિય બન્યા હતા.
વડોદરાની ઉર્મિ, ડી. આર. અમીન, નાલંદા અને બરોડા હાઇ સ્કૂલ બાગીખાનાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળ્યો છે. આ સાથે જ અમદાવાદ 4 સ્કૂલોને પણ ઇ-મેલ દ્વારા ધમકી મળી છે.
અમદાવાદની 4 સ્કૂલોને પણ મળ્યા ધમકીભર્યા ઈમેલ
અમદાવાદ શહેરની મકરબામાં આવેલી DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરમાં આવેલી એશિયા સ્કૂલ, સેટેલાઇટમાં આવેલી A વન સ્કૂલ અને કૃષ્ણનગરની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલને ઇમેલ દ્વારા.બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. મેઈલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. લખ્યું-ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે.
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા.
દરેક શાળામાં બારીકાઈપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની અણધારી ઘટના ટાળી શકાય. આ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.


Leave a Comment