‘મુંબઈથી અમદાવાદ હવે માત્ર 2 કલાકમાં’, bullet train અંગે રેલમંત્રીએ આપી આ મોટી અપડેટ

bullet train: દેશમાં પહેલી બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તેને લગતા તમામ કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યા છે.
હવે મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી આ પહેલી bullet train (મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન) અંગે એક મોટી અપડેટ બહાર આવી છે. હા, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે કહ્યું કે, ‘ભારતની પહેલી bullet trainસેવા ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે અને તેનાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ બે કલાકનો થઈ જશે.’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર અપડેટ્સ
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે ગુજરાતના ભાવનગર ટર્મિનસથી અયોધ્યા એક્સપ્રેસ, રેવા-પુણે એક્સપ્રેસ અને જબલપુર-રાયપુર એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી અને આ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતી વખતે તેમણે bullet trainવિશે આ મોટી અપડેટ આપી હતી.
તેમણે કહ્યું હતું કે bullet train દ્વારા મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર 2 કલાક અને 7 મિનિટમાં પૂર્ણ થશે. આ દરમિયાન, તેના લોન્ચિંગ અંગેના સમયપત્રક વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે તે ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે અને તેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.
રેલ્વે મંત્રાલય bullet train પ્રોજેક્ટ પર ચાલી રહેલા કામ વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર અપડેટ્સ શેર કરતું રહે છે. તાજેતરમાં, એક પોસ્ટમાં, રેલ્વેએ માહિતી આપી હતી કે
મુંબઈ -અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર (MAHSR કોરિડોર) પર એક મોટા સતત ટનલ સેક્શનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, જે 21 કિમી ટનલનો એક ભાગ છે જેમાંથી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પસાર થશે.