BUSINESS

Business: ફેક્ટરી પ્રવૃત્તિ ડિસેમ્બરમાં વર્ષના નીચા સ્તરે

મેન્યુફેકચરિંગ સેક્ટરમાં પુનઃપ્રાપ્તિની આશાને વધુ એક ફટકા પડયો છે. ભારતના ખાનગી ક્ષેત્રમાં ફેક્ટરી પ્રવૃત્તિનું સ્તર ડિસેમ્બરમાં 12 મહિનાના નીચા સ્તરે પહોંચી ગયું છે. જેણે નવેમ્બરમાં પણ નબળાં પ્રદર્શનનો રેકોર્ડ બનાવ્યો હતો.

એટલે કે, નવેમ્બર બાદ ડિસેમ્બરમાં પણ આ સેક્ટરના પ્રદર્શનમાં વધુ ઘટાડો નોંધાયો હતો. નવા ઓર્ડર અને આઉટપુટ સ્તર બંને 2024 સુધીમાં સૌથી નીચા સ્તરે સરકી ગયા છે, એમ એક ખાનગી સર્વેમાં જણાવવામાં આવ્યું હતું. વિસ્તરણ સ્તરોમાં મંદીને પગલે ફેકટરીઓને ભાડે આપવાનું વલણ જોવા મળ્યું હતું. ગયા મહિને કેટલાક ઉત્પાદકો દ્વારા છટણી પણ શરૂ કરવામાં આવી હતી, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, ડિસેમ્બર દરમિયાન સતત દસમાં મહિને માત્ર મેન્યુફેક્ચરિંગ રોજગારમાં વધારો થયો જ નથી પરંતુ ચાર મહિનામાં રોજગાર સર્જનનો દર પણ સૌથી ઝડપી થઈ ગયો છે. લગભગ દસમાંથી એક કંપનીએ વધારાના સ્ટાફની ભરતી કરી હતી જ્યારે બે ટકા કરતાં ઓછી કંપનીઓએ નોકરીઓમાં ઘટાડો કર્યો હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, નવા ઓર્ડરમાં વિસ્તરણનો દર વર્ષમાં સૌથી ધીમો રહ્યો હતો. જે ભવિષ્યના ઉત્પાદનમાં નબળી વૃદ્ધિ સૂચવે છે. નવા નિકાસ ઓર્ડરની વૃદ્ધિમાં થોડો સુધારો થયો હતો. જે જૂલાઈ પછી સૌથી ઝડપી ગતિએ વધ્યો હતો. ઈનપુટના ભાવમાં વધારો થોડો હળવો થયો હતો. જો કે ભારતીય ઉત્પાદકોએ ખર્ચમાં તીવ્ર દબાણને કારણે તાણ અનુભવી હતી.

ઉત્પાદન પ્રવૃત્તિનું વિસ્તરણ જે નવેમ્બરમાં 11 મહિનાની સંયુક્ત નીચી સપાટીએ પહોંચી ગયું હતું. જેમાં ડિસેમ્બરમાં વધુ વધારો નોંધાયો હતો, એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) નવેમ્બરમાં 56.5થી ઘટીને ડિસેમ્બરમાં 56.4 થયું હતું. ભારતના મેન્યુફેકચરિંગ સેક્ટરે ચાલુ નાણાંકીય વર્ષમાં જુલાઈથી સપ્ટેમ્બર કવાર્ટર દરમિયાન માત્ર 2.2 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. નવીનત પીએમઆઈ રીડિંગ સૂચવે છે કે, ઓક્ટોબરથી ડિસેમ્બર કવાર્ટરમાં અથવા 2024-25ના ત્રીજા કવાર્ટરમાં આ ક્ષેત્રે સુધારાની કોઈ શકયતા જણાતી નથી. સર્વેક્ષણ કરાયેલી ફેકટરીઓ માટેના કુલ નવા વ્યવસાય કરતાં ધીમા દરે નવા નિકાસ ઓર્ડર વધ્યાં હોવા છતાં તેમણે જૂલાઈ પછીના આંતરરાષ્ટ્રીય શિપમેન્ટ સોદામાં સૌથી ઝડપી વધારો દર્શાવ્યો હતો. ડિસેમ્બરમાં કન્ટેનર, મટિરિયલ અને મજૂર ખર્ચમાં વધારાની જાણ કરતી કંપનીઓ સાથે ઈનપુટ ખર્ચ સતત વધતો રહ્યો હતો. પરંતુ નવેમ્બરથી ઈનપુટ ભાવ ફુગાવાનો એકંદર દર મધ્યમ અને હળવો હતો. જો કે, નવેમ્બર દરમિયાન 11 વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વેચાણ કિંમતો વધાર્યા બાદ ઉત્પાદકોએ ગ્રાહકો માટે કિંમતમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું હતું. જે ખર્ચના બોજમાં વધારો કરતા હતો. કંપનીઓએ ઈનપુટ્સ પર સ્ટોક કરવાનું ચાલુ રાખ્યું હોવા છતાં ડિસેમ્બર 2023 પછી સંચયનો દર સૌથી નબળો હતો. દરમિયાન તૈયાર માલની પોસ્ટ પ્રોડક્શન ઈન્વેન્ટરીઝ સાત મહિનામાં સૌથી ઝડપી ગતિએ સંકુચિત થઈ હતી. જે કંપનીઓના ઊંચાણ વેચાણના જથ્થાને આભારી છે. ઓગસ્ટ 2017 પછી પ્રથમ વખત ફિનિશ્ડ ગુડ્સના સ્ટોકમાં વધારો થયો હતો ત્યારે નવેમ્બરથી ઉલટી ચાલ જોવા મળી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button