BUSINESS

Business: હાલ પૂરતું બજારમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હિતાવહ…

વિતેલા સપ્તાહ દરમ્યાન પ્રારંભે ઓછા વોલ્યૂમને પગલે નાની રેન્જમાં અથડાતું રહ્યું હતું આમ જોઈએ તો નીચે તરફ્ની ચાલ જ હતી પરંતુ બીજી તારીખ ગુરુવારના રોજ નીચેના મથાળે થી વૅલ્યુ બાઈંગ જોવા મળ્યું હતું એટલે કે નીચે થી એક તરફી ઉપરની ચાલ જોવા મળી હતી માત્ર ગુરુવારના રોજ મહત્વના સૂચકાંકો આખા સપ્તાહની નકારાત્મક ચાલ ફેરવી નાખી હતી, જેમાં સેન્સેક્સમાં 1436, નિફ્ટી50માં 445 તથા નિફ્ટી બેંકમાં 544 પોઈંટ્સના ઉછાળો નોંધાયો હતો, આવી ચાલ છેલ્લા કેટલાક સપ્તાહ થી જોવા મળે છે જેમાં આખા સપ્તાહનું વોલ્યૂમ ઉછાળો કે ઘટાડો એક જ દિવસમાં જોવા મળે જે અસાધારણ બાબત કહી શકાય, બીજી તરફ્ વૈશ્વિક બાબતમાં હાલ ચાઈનામાં કોરોના જેવી બીમારી ને કારણે બજાર પર અસર થશે કે નહિ તે તો સમય જ કહેશે નવા સપ્તાહમાં હજી પણ થોભો અને રાહ જોવો ની નીતિ જ અપનાવી હિતાવહ છે કારણ હજી કોઈ નક્કર ચાર્ટ ફેરમેશન જોવા નથી મળ્યું કે કહી શકાય કે નવી ખરીદી કરાય, ચાર્ટ સ્ટ્રક્ચરમાં નબળાઈ વર્તાઈ રહી છે, પરંતુ શક્ય છે કે બજેટની રેલી જોવા મળે પરંતુ હાલના સંજોગોમાં એ કેહવું થોડુ વેહલું ગણાશે…

Nifty 50(બંધ ભાવ 24004) :- આ સપ્તાહમાં દરમ્યાન નિફ્ટી50 સાપ્તાહિક 766 પોઈન્ટ્સની વધઘટ બાદ 191 પોઈંટ્સના ઉછાળા સાથે બંધ રહ્યી હતી, નિફ્ટી50 માં આ સપ્તાહમાં ફરી એક વાર સાપ્તાહિક 50 વિકની મુવિંગ એવરેજનો સપોર્ટ લીધો હતો, પરંતુ 24065-24100ની ઉપર બંધ આપવામાં નિષ્ફ્ળ ગયી હતી, ઉપર તરફ્ની ચાલ માત્ર આ સ્તરની ઉપર જોવા મળે એવી વકી છે,નવા સપ્તાહમાં 24225 અવરોધ રહેશે જે દૈનિક ચાર્ટ પર 50 ઈસ્છનો અવરોધ છે એની ઉપર 24450-24500 સુધીના સ્તરો જોવા મળે તથા 23800-23500 અગત્યનો સપોર્ટ રહેશે

Nifty Bank ( બંધ ભાવ 50988):– આ સપ્તાહ દરમ્યાન નિફ્ટી બેંક સાપ્તાહિક 1484 પોઈન્ટ્સની વધઘટ બાદ 322 પોઈંટ્સના ઘટાડા સાથે બંધ રહ્યી હતી, આ સપ્તાહમાં નિફ્ટી 50ના મુકાબલે બેંક નિફ્ટીમાં નબળાઈ જોવાઈ, ગત સપ્તાહના અંકમાં જણાવેલું જ કે બેન્કિંગ સેક્ટરમાં વધે ઘટે નબળાઈ જોવાશે, નવા સપ્તાહમાં 50500-50000 અગત્યના સપોર્ટ રહેશે તથા 51680-51700 અગત્યના અવરોધ રહેશે, જ્યાં સુધી 51500-51700ની ઉપર સાપ્તાહિક બંધ ના આવે ત્યાં સુધી નિફ્ટી બેન્કમાં નબળાઈ જારી રહે એવી વકી છે

આ સપ્તાહમાં સેલ્સ ડેટા અપેક્ષા કરતા ઘણા સારા આવતાઓટો સેક્ટરમાં આશરે ચાર ટકાનો નોંધપાત્ર ઉછાળો અને એફ્એમસીજી માં પણ આશરે અઢી ટકાનો ઉછાળો જોવાયો હતો, આ બંને સેક્ટરમાં ધ્યાન રાખવા વિશે ચર્ચા આપણે અગાઉના અંકોમાં કરી હતી હજી પણ આ બંને સેક્ટરમાં ધ્યાન અપાય, જાન્યુઆરી મહિનાથી ફરી એક વાર ત્રિમાસિક પરિણામો આવવાના ચાલુ થશે આ સત્ર માં પણ પરિણામોમાં નબળાઈ જારી રહશે એવું વિશ્લેષકોનું માનવું છે…


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button