- IT અને ફાયનાન્સિયલ શેરોની આગેવાનીમાં સતત ચોથા દિવસે નિફ્ટીએ નવી વિક્રમી ટોચ કાયમ કરી
- બજાજ ટ્વિન્સ તરીકે ઓળખાતા બજાજ ફિનસર્વમાં આજે 3.23 ટકાનો અને બજાજ ફાયનાન્સમાં 3.19 ટકાનો વધારો નોંધાયો હતો
- આ ઉપરાંત એચસીએલ ટેક પણ 3.13 ટકા વધીને બંધ રહ્યો હતો
આઇટી અને ફાયનાન્સિયલ શેરોમાં તેજીને પગલે આજે નિફ્ટી સતત ચોથા દિવસે તેની સૌથી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો અને આ સાથે સતત 13 સેશનથી નિફ્ટીમાં વધારો નોંધાયો છે.
બજાજ ટ્વિન્સ તરીકે ઓળખાતા બજાજ ફિનસર્વમાં આજે 3.23 ટકાનો અને બજાજ ફાયનાન્સમાં 3.19 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત એચસીએલ ટેક પણ 3.13 ટકા વધીને બંધ રહ્યો હતો. એનએસઇ અને બીએસઇ બન્ને પર આ શેર ટોપ ગેઇનર્સ હતા. બીજી તરફ હિંદાલકોમાં 2.55 ટકાનો અને ડો. રેડ્ડીઝ લેબમાં 2.32 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે એકદમ જ 4.98 ટકા વધીને 14.06ના સ્તરે પહોંચી ગયો હતો, જે શુક્રવારે 13.39 હતો. સેન્સેક્સ અને નિફ્ટીએ આજે નવા શિખરો સર કર્યા છતાં નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી સાત ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી મેટલ 1.04 ટકા અને ફાર્મા 0.99 ટકા ઘટીને જ્યારે એફએમસીજી 0.82 ટકા, આઇટી 0.44 ટકા અને પીએસયુ બેંક 0.51 ટકા વધીને બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 પૈકી 18 શેરો આજે વધીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટીના 50 પૈકી 27 વધીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ આજે 359 પોઇન્ટ ઊંચામાં 82.725ની તેની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ જ ખુલ્યો હતો અને તે પછી સાંકડી વધઘટ અને સતત ઉતારચઢાવ વચ્ચે આ સુચકાંકે 82,440ની ઇન્ટ્રા ડે લો સપાટી બનાવી હતી. આમ કુલ 285ની વધઘટ પછી સેન્સેક્સ અંતે 194 પોઇન્ટ એટલે કે 0.24 ટકા વધીને 82,560ની સપાટીએ બંધ રહ્યો હતો. જે તેની સર્વોચ્ચ બંધ સપાટી છે. નિફ્ટી પણ 98 પોઇન્ટ ઊંચામાં 25,333ની તેની ઓલટાઇમ હાઇ સપાટીએ ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 25,235ની લો સપાટી બનાવ્યા પછી અને 98 પોઇન્ટની વધઘટને અંતે 43 પોઇન્ટ એટલે કે 0.17 ટકા વધીને 25,278ની સપાટીએ બંધ રહ્યો હતો. જે તેની પણ સર્વોચ્ચ બંધ સપાટી છે.
લાર્જ કેપમાં તેજી વચ્ચે આજે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોએ અન્ડરપર્ફોમ કર્યું હતું. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સે જોકે ઇન્ટ્રા ડેમાં 49,306ની નવી વિક્રમી ટોચ બનાવી હતી, પરંતુ દિવસને અંતે તે 16 પોઇન્ટ એટલે કે 0.03 ટકા ઘટીને બંધ રહ્યો હતો. સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ 260 પોઇન્ટ એટલે કે 0.47 ટકા ઘટીને 55,760ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સમાં આજે ફરી પાછી તેજીનો ચમકારો થયો હતો અને આ ઇન્ડેક્સ 1,301 પોઇન્ટ એટલે કે 1.20 ટકા વધીને 1,09,365ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે બીએસઇ પર ટ્રેડ થયેલા 4,187 શેર પૈકી 1,776 વધીને, 2,262 ઘટીને જ્યારે 149 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇ પર લિસ્ટેડ કંપીનઓનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે વધીને રૂ. 464.85 લાખ કરોડ એટલે કે 5.54 ટ્રિલિયન ડોલરની નવી વિક્રમી ટોચે પહોંચ્યું હતું, જે શુક્રવારના રૂ. 464.39 લાખ કરોડથી માત્ર રૂ. 46,000 કરોડનો વધારો દર્શાવે છે.
FIIની રૂ. 1,735 કરોડની નેટ ખરીદી
સપ્ટેમ્બર મહિનાના આજના પ્રથમ સેશનમાં એફઆઇઆઇએ ભારતીય શેરબજારમાં આજે રૂ. 1,735 કરોડની નેટ ખરીદી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 356 કરોડની નેટ ખરીદી કરી હતી.
સેન્સેક્સ 82,725ની અને નિફ્ટી 25,333ની નવી ટોચે જ ખૂલ્યા
માત્ર 46,000 કરોડના વધારા સાથે M-કેપ 464.85 લાખ કરોડની નવી ટોચે
સ્મોલ કેપ શેરોમાં ધોવાણ, ઇન્ડેક્સ 260 પોઇન્ટ ઘટીને બંધ રહ્યો
સેન્સેક્સમાં 194 પોઇન્ટના વધારા સામે મિડ કેપ ઇન્ડેક્સ 16 પોઇન્ટ ઘટયો
BSE SME આઇપીઓ ઇન્ડેક્સ 1,301 પોઇન્ટ વધીને બંધ રહ્યો
વોલેટાલિટી ઇન્ડેક્સમાં 5 ટકાનો ઉછાળો, 13.39થી વધીને 14.06ના સ્તરે પહોંચ્યો
14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી 7 ઘટયા, નિફ્ટી મેટલ 1.04 ટકા, ફાર્મા 0.99 ટકા ઘટયો
FMCG ઇન્ડેક્સ 0.82%, PSU બેંક 0.51% અને આઇટી 0.44% વધ્યો
Source link