જીઓ-પોલિટિકલ ટેન્શન યથાવત હોવા છતાં ડોલરની મજબૂતી પાછળ વૈશ્વિક બુલિયન માર્કેટમાં ધીમો ઘટાડો થયો હતો. બીજી તરફ્ સ્થાનિક સોના અને ચાંદીમાં ઉપલા મથાળે ઘરકિના અભાવે ભાવમાં સ્થિરતા રહી હતી.
તહેવારોની ઘરાકી નીકળવાની અપેક્ષાએ ભારતીય ડીલર્સે બે મહિના બાદ ફિઝિકલ ગોલ્ડમાં પ્રીમિયમ લગાવવાનું શરૂ કર્યું છે. ડીલર્સ સોના ઉપર 3 ડોલર પ્રતિ ઔંસનું પ્રોમિયમ ચાર્જ કરી રહ્યા છે. જ્યારે ચીનમાં હજુ પણ માંગ નીચી છે. અમદાવાદમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 78,500 અને 22 કેરેટ સોનું રૂ. 78,300 પ્રતિ 10 ગ્રામ ઉપર ટકેલું હતું. તેવી જ રીતે ચાંદીના ભાવ રૂ. 91,500 પ્રતિ કિલોના મથાળે સ્થિર હતા. વૈશ્વિક બજારોમાં હાજર સોનું 2,660 ડોલર સામે 2,652 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 31.36 ડોલરથી ઘટીને 31.14 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.
સ્ઝ્રઠ ઉપર સોનાનો ડિસેમ્બર વાયદો રૂ. 12 ઘટીને રૂ. 46,046 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદી ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 167 ઘટીને રૂ. 90,736 પ્રતિ કિલો થયો હતો. વૈશ્વિક બજારોમાં મંગળવારે મોડી સાંજે કોમેક્સ સોનું 7.40 ડોલર વધીને 2,673 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યું હતું. તેમજ કોમેક્સ ચાંદી 7 સેંટ વધી 31.39 ડોલર ઉપર ટ્રેડ થઈ રહ્યું હતું.
Source link