ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર કર્યો છે, જે આજથી લાગુ થઈ રહ્યો છે. હવે તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર ફરજિયાત રહેશે, જેના પર OTP આવશે. જો IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક નહીં કરાવ્યું હોય તો, આજથી તત્કાલ ટિકિટ બુક કરી શકાશે નહીં.
રેલ્વેમાં Tatkal બુકિંગ
ભારતીય રેલ્વેએ મુસાફરો માટે નવા નિયમો પણ લાગુ કર્યા છે. હવે તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે. ઉપરાંત 15 જુલાઈથી, ટિકિટ બુકિંગ માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન લાગુ થશે, જેમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. જે બાદ તમે તત્કાલ ટિકિટ બુક કરાવી શકશો.
નવા નિયમથી તત્કાલ ટિકિટ બુકિંગમાં પારદર્શિતા આવશે
IRCTCના આ નવા નિયમથી તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા આવશે. તેમજ એજન્ટો દ્વારા થતો દુરુપયોગ રોકાશે અને મુસાફરોની ઓળખની પુષ્ટિ થશે. પેહલા મોટાભાગે એજન્ટો Bulkમાં ટિકિટ બુક કરી લેતા હતા, જેથી સામાન્ય નાગરિકોને ટિકિટ નહોતી મળતી. તેથી હવે માત્ર એજ યાત્રી Tatkal ટિકિટ બુક કરાવી શકશે, જેમનું આધાર લીંક હશે.
ટિકિટના ભાવમાં ફેરફાર
બીજી તરફ રેલવે ટિકિટના ભાવમાં થોડો વધારો થઈ ગયો છે. નોન-એસી કોચ માટે પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી કોચ માટે પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થયો છે. આ ઉપરાંત રિઝર્વેશન ચાર્ટ હવે ટ્રેનના પ્રસ્થાનના 8 કલાક પહેલા તૈયાર કરવામાં આવશે, જેથી વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને અન્ય વ્યવસ્થા કરવા માટે સમય મળી શકે.



Leave a Comment