કંપનીના ડિરેક્ટર પોલ એબોટે જણાવ્યું કે નબળા પાસવર્ડના કારણે હેકર્સને સિસ્ટમમાં પ્રવેશ મળ્યો. આથી, તમામ ડેટા પર કબ્જો મેળવીને હેકર્સે ઇન્ટરનેલ ઓપરેશન ઠપ્પ કરી નાખ્યું. કંપનીના કામદારો માટે પોતાના કમ્પ્યુટર એક્સેસ કરવો અશક્ય બની ગયો. જોકે, કયો કર્મચારી જવાબદાર છે તે બાબતે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
અકિરા ગેંગનો સાઇબર હુમલો
આ હુમલો કિખ્યાત “અકિરા” ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ કંપનીના સર્વરમાં ઘુસી એના તમામ ડેટાને કોડ કરીને અક્સેસ અવરોધી દીધો. આ સાથે જ હેકર્સે એક સંદેશ મોકલ્યો જેમાં લખ્યું હતું કે “જો તમે આ મેસેજ વાંચી રહ્યા છો, તો તમારી સિસ્ટમ અર્ધવિક્ષેપિત અથવા સંપૂર્ણપણે થંભી ગઈ છે. તમારું દુ:ખ અમારું કામ નહીં, ચાલો સમાધાન શોધીએ.” કંપનીએ ડેટા પાછું મેળવવા માટે હેકર્સ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કોઇ ઉકેલ આવ્યો નહી.
પૈસાની મોટી માંગ અને વસ્તી પર અસર
હેકર્સે જાહેર રૂપે તો પૈસાની રકમની માંગ જાહેર કરી નથી, પરંતુ એક્સપર્ટ મુજબ તેમણે લગભગ પાંચ મિલિયન પાઉન્ડ (અંદાજે ₹58 કરોડ)ની રકમની માંગ કરી છે. કંપની માટે આ રકમ ચૂકવવી અશક્ય હતી અને આખરે કંપની બંધ થવાના કારણે મોટી સંખ્યામાં કર્મચારીઓ બેરોજગાર બન્યા.
યૂકેમાં હેકિંગના કેસ વધી રહ્યાં છે
આ ઘટના એકલી નથી. યૂકેની અન્ય મોટી કંપનીઓ જેમ કે M&S, Co-op અને હેરોડ્સ પણ સાઇબર હુમલાનો શિકાર બની ચુકી છે. Co-opના કેસમાં અંદાજે 6.5 મિલિયન યૂઝર્સનો ડેટા લીક થયો હતો. નેશનલ સાઇબર સિક્યોરિટી સેન્ટરના સીઈઓ રિચાર્ડ હોર્નનું કહેવું છે કે હવે દરેક ઓર્ગેનાઈઝેશન માટે સાયબર સેફ્ટી સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ.
નબળી સુરક્ષા અને હેકર્સની લાલચ
સિક્યોરિટી સેન્ટરના સેમ અનુસાર હવે હેકર્સ નવી ટેક્નિક શોધતા નથી, પરંતુ નબળી સુરક્ષા ધરાવતી કંપનીઓને ટાર્ગેટ કરે છે. તેમને ઉમેર્યું કે છેલ્લા સમયમાં હેકિંગ કેસ બેગું વધી રહ્યા છે. નેશનલ ક્રાઈમ એજન્સીના અધિકારી સુઝેન ગ્રિમર કહે છે કે રેન્સમવેર હુમલાઓ હવે અઠવાડિયે 35-40 જેટલા થવા લાગ્યા છે, જે યૂકે માટે ચિંતા વિષય છે. નવી ટેકનોલોજી અને સરળ ટૂલ્સની ઉપલબ્ધિને કારણે હવે કોઈને પણ હેકિંગ કરવું સરળ બની ગયું છે.



Leave a Comment