ભારતીય મુસાફરોમાં એક સામાન્ય પ્રવૃત્તિ જોવા મળે છે કે, દુબઈ મુલાકાતે જાય તો પાછા વળતાં સોનું ખરીદીવાનું ચૂકતા નથી. ઘણા લોકોનો સવાલ હોય છે કે, દુબઈમાં સોનું ભારત કરતાં કેટલું સસ્તું મળે છે અને કેટલું સોનું કાયદેસર રીતે ભારત લાવી શકાય છે? ચાલો, વિગતવાર માહિતી જાણીએ.
- દુબઈમાં સોનું સસ્તું હોવાનું મુખ્ય કારણ
દુબઈનું ગોલ્ડ માર્કેટ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ માર્કેટ સાથે સીધું જોડાયેલું છે, એટલે ત્યાં સોનાના રેટ ‘સ્પોટ પ્રાઈસ’ની આસપાસ રહે છે. ઉદાહરણ તરીકે, ભારતમાં 24 કેરેટ સોનાનો પ્રતિ ગ્રામ દર લગભગ રૂ. 12,569 સુધી પહોંચી ગયો છે, જ્યારે દુબઈમાં એ જ સોનું રૂ. 11,800 પ્રતિ ગ્રામમાં મળી રહ્યું છે. આ તફાવતને કારણે ખરીદદારોને લગભગ 10% સુધીનો સીધો લાભ મળે છે.
- મેકિંગ ચાર્જ પણ ઓછો
મેકિંગ ચાર્જ પરનો ભાર પણ દુબઈમાં ખૂબ ઓછો હોય છે. ભારતમાં જ્વેલરી બનાવવાની ફી લગભગ 8%થી 25% સુધી હોય છે, જ્યારે દુબઈમાં એ માત્ર 2%થી 8% વચ્ચે જ રહે છે. આમ બંને લાભોને ગણીએ તો ખરીદી કિંમતમાં લગભગ 20% સુધીનો કુલ ઘટાડો જોવા મળે છે. આ જ કારણોસર સોનું ખરીદવા દુબઈને વિશ્વસનીય અને સસ્તું માનવામાં આવે છે.
- દુબઈનું ગોલ્ડ સૂક
દુબઈનો ગોલ્ડ સૂક તેની 99.9% શુદ્ધતાવાળી જ્વેલરી માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે. અહીં મળતું સોનું હંમેશા યોગ્ય બિલ, હોલમાર્ક અને પ્રમાણપત્ર સાથે મળે છે, જેના કારણે ગ્રાહકને ગુણવત્તા વિશે શંકા રહેતી નથી.
- ભારત લાવતી વખતે કસ્ટમ્સના નિયમો
CBIC દ્વારા 2025 માટે નક્કી કરાયેલા નિયમ અનુસાર:
પુરુષ મુસાફરો ડ્યુટી મુકત 20 ગ્રામ સોનું લાવી શકે છે, જેની કિંમત રૂ. 50,000 સુધી હોવી જોઈએ.
મહિલાઓ અને 15 વર્ષથી નાના બાળકો 40 ગ્રામ સુધી, મહત્તમ રૂ. 1 લાખ કિંમતનું સોનું ડ્યુટી વિના લાવી શકે છે.
આ મર્યાદાથી વધુ સોનું લાવતા મુસાફરોને તેના પર કસ્ટમ ડ્યુટી ચૂકવવી જ પડે છે.
- ડ્યુટીના દર પણ સ્લેબ પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે.
20થી 50 ગ્રામ માટે 3%, 50થી 100 ગ્રામ માટે 6% અને 100 ગ્રામથી વધુ પર 10%, આ જ દર મહિલાઓ અને બાળકો માટે પણ લાગુ પડે છે.
- 1 કિલોગ્રામ સુધી સોનું લાવવાનો વિશેષ નિયમ
જો મુસાફર ઓછામાં ઓછા 6 મહિના અથવા વધુ સમય UAEમાં રહેતો હોય, તો તે 1 કિલોગ્રામ સુધી સોનું લાવી શકે છે, પરંતુ આ સોનું લાવતા સમયે માન્ય બિલ, પ્યોરિટી સર્ટિફિકેટ અને સીરિયલ નંબર રજૂ કરવો ફરજિયાત છે અને તેની ડ્યુટી ચૂકવી જવી પડે છે.



Leave a Comment