ભારતમાં પણ હળવા ઝટકા ઘણી વાર આવતા રહે છે અને ગયા અઠવાડિયે શુક્રવાર, 21 નવેમ્બર 2025ની સવારે આશરે 10:08થી 10:10 વચ્ચે કોલકાતા અને પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા અંદાજે 5.5થી 5.7 વચ્ચે માપવામાં આવી હતી.
- ભૂકંપ એલર્ટથી આ રીતે બચાવો જીવ
આવા સમયમાં ભૂકંપ એલર્ટ મેળવવું ખુબ જ જરૂરી છે, કારણ કે તે તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે. ભૂકંપ કોઈ પણ પૂર્વ ચેતવણી વગર આવે છે, તેથી થોડા સેકન્ડનો એલર્ટ પણ જીવલેણ પરિસ્થિતિમાં જીવન બચાવી શકે છે. ભૂકંપ એલર્ટ સિસ્ટમમાં ઈન્ટરનેટ સિગ્નલ, ભૂકંપની તરંગોની તુલનામાં, ઘણી ઝડપથી પહોંચે છે. એટલે કે, તમને પ્રબળ ઝટકા આવતાં થોડા સેકન્ડ પહેલાં ચેતવણી મળી શકે છે. આ અમૂલ્ય થોડા સેકન્ડ તમને સુરક્ષિત સ્થળે પહોંચવાની તક આપે છે.
- ભૂકંપ એલર્ટ મેળવવા આટલું કરો
ભૂકંપ એલર્ટ મેળવવા માટે તમારા ફોનમાં બે મુખ્ય પ્રકારની સેટિંગ્સ અથવા એપ હોવી જરૂરી છે:
ફોનની બિલ્ટ-ઇન સેટિંગ: એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં Google દ્વારા આપવામાં આવેલ ‘Android Earthquake Alerts System’ સૌથી મહત્વપૂર્ણ છે, જે ફોનના સેન્સર, ખાસ કરીને એક્સેલરોમીટરનો ઉપયોગ કરીને ભૂકંપની જાણ કરે છે. મોટા ભાગના નવા એન્ડ્રોઇડ ફોનમાં આ ફીચર ડિફોલ્ટ રીતે ચાલુ હોય છે.
- આ ફીચર ચાલુ કરવાની રીત
સેટિંગ્સ એપ ખોલો.
સિક્યોરિટી અને ઈમરજન્સી વિકલ્પ સુધી સ્ક્રોલ કરીને તેને ટૅપ કરો.
કેટલાક ફોનમાં આ Location અથવા Privacy સેટિંગ્સ અંદર હોઈ શકે છે.
- Earthquake Alerts પર ટૅપ કરો
આ ફીચર On કરી દેવું
આટલું ધ્યાન રાખો
આ સુવિધા યોગ્ય રીતે કામ કરવા માટે ફોનમાં Internet Connection અને Location Services ચાલુ હોવી જોઈએ.
- આ સિસ્ટમ 4.5 અથવા તેની ઉપરની તીવ્રતા ધરાવતા ભૂકંપ માટે ચેતવણી આપી શકે છે.
iPhone યુઝર્સ માટે
iPhoneમાં પણ આ પ્રકારનાં ઈમરજન્સી એલર્ટ ઉપલબ્ધ છે. તેને ચાલુ કરવા માટે:
Settings ખોલો.
Notifications પર જાઓ
સૌથી નીચે સ્ક્રોલ કરો અને Emergency Alerts અથવા Government Alertsને On કરો



Leave a Comment